ધોધમાર વરસાદ ગુજરાત માટે બન્યો આફત! જાન માલને ભારે નુકશાન, આંકડો છે ખુબ જ ચોંકાવનારો

રાજ્યમાં વધુ પડતા વરસાદને કારણે 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદના કારણે 10 સ્ટેટ હાઈવે બંધ છે. વરસાદના કારણે એક નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

 ધોધમાર વરસાદ ગુજરાત માટે બન્યો આફત! જાન માલને ભારે નુકશાન, આંકડો છે ખુબ જ ચોંકાવનારો

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજા હવે આફત બનીને વરસી રહ્યા છે. જેમાં જૂનાગઢમાં તો રીતસરની પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતભરમાં પડેલા ભારે વરસાદના કારણે જાન માલને ભારે નુકશાન થયું હોવાનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 102 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 4 હજાર 119 પશુઓના મોત થયા છે. 1 જૂનથી અત્યાર સુધી સરકારી ચોપડે 102 માનવ મૃત્યુ થયાના અહેવાલ છે.

રાજ્યના 302 રોડ બંધ
રાજ્યમાં વધુ પડતા વરસાદને કારણે 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદના કારણે 10 સ્ટેટ હાઈવે બંધ છે. વરસાદના કારણે એક નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સૌથી વધુ વલસાડમાં 66 રસ્તાઓ બંધ છે. ભાવનગર જિલ્લામાં 57, પોરબંદર જિલ્લામાં 47 રસ્તાઓ બંધ છે.

નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં અનેક લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હતા. અત્યાર સુધીમાં કુલ 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ 358 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જૂનાગઢ અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news