ભાજપની સરકારમાં દેવું કરીને ઘી પીવા જેવી સ્થિતિ, આટલા રૂપિયા ન ચૂકવ્યા તો...

Gujarat Government : વિકાસ કરતા ગુજરાતના માથા પર કરોડો રૂપિયાનું દેવુ છે, ગુજરાત સરકારના દેવામાં પ વર્ષમાં રૂા. 1.14 લાખ કરોડનો વધારો થયો છે. દેશની માથાદીઠ આવકની રૂા. 1,45,680ની આવક સામે ગુજરાતની માથાદીઠ આવક રૂા. 2,35,969 હોવાનો ગર્વ લેતી ગુજરાત સરકારનું માથાદીઠ દેવું પણ ખાસ્સું ઊંચું છે
 

ભાજપની સરકારમાં દેવું કરીને ઘી પીવા જેવી સ્થિતિ, આટલા રૂપિયા ન ચૂકવ્યા તો...

Gujarat Government : ગુજરાત સરકારનું જાહેર દેવું સતત વધતું જ જાય છે. નાણાકિય વિભાગના ટોચના સૂત્રો એવું આંકલન કરી રહ્યાં છે કે 2024-25માં નાણાકિય વર્ષના અંતે સરકારનું જાહેર દેવું 4.50 લાખ કરોડ થવાની શક્યતા છે. પ્રતિવર્ષ વધતાં દેવાંના આંકડા સામે સરકાર તેના બચાવમાં એવું કહે છે કે રાજ્યનો વિકાસ કરવો હોય તો દેવું કરવું પડે, જો કે વિપક્ષ કહે છે કે ભાજપની સરકારમાં દેવું કરીને ઘી પીવા જેવી સ્થિતિ છે. સરકાર ભવે આર્થિક વિકાસની વાતો કરે પણ ગુજરાતના દરેક નાગરિક પર દેવું સતત વધી રહ્યું છે. સરકારે બજેટમાં કેટલીક યોજનાઓ પર કાપ મૂકવાનો નિર્ણય લીધો છે પણ આગામી સમય જ બતાવશે કે ગુજરાત આ દેવામાંથી કઈ રીતે બહાર આવે છે. 

ભારતના કન્ટ્રોલર એન્ડ જનરલના છેલ્લા રિપોર્ટમાં ભાજપ સરકારને જાહેર દેવા અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે સરકાર દેવાના વિષચક્રમાં ફસાઇ રહી છે. ગુજરાતે તેના ૩.૦૮ લાખ કરોડના જાહેર દેવા પેટે ૧.૮૭ લાખ કરોડ રૂપિયા આગામી છ વર્ષમાં પાછા આપવા પડશે. 

ચોંકાવનારી વાત એવી છે કે સરકારે ૨૦૧૯-૨૦માં જાહેર દેવાં પેટે  ૨૦,૨૯૩ કરોડ રૂપિયા અને ૨૦૨૦-૨૧માં ૨૨,૦૯૯ કરોડ રૂપિયા માત્ર વ્યાજ ચૂકવ્યું છે. ગુજરાતના જાહેર દેવામાં એનએસએસએફ લોનનું વ્યાજ સૌથી વધુ ૯.૫૫ ટકા છે જ્યારે નાણાંકીય સંસ્થાઓમાં લોનનું વ્યાજ ૪.૯૬ ટકા તેમજ બજાર લોનનું વ્યાજ ૭.૮૫ ટકા છે. 

આ પણ વાંચો : 

ગુજરાત સરકારના દેવામાં પ વર્ષમાં રૂા. 1.14 લાખ કરોડનો વધારો થયો છે. દેશની માથાદીઠ આવકની રૂા. 1,45,680ની આવક સામે ગુજરાતની માથાદીઠ આવક રૂા. 2,35,969 હોવાનો ગર્વ લેતી ગુજરાત સરકારનું માથાદીઠ દેવું પણ ખાસ્સું ઊંચું છે. 2016-17ના નાણાંકીય વર્ષમાં ગુજરાતની બાકી જવાબદારીઓ રૂા. 2,43,146 કરકોડની હતી. તેની સામે 2020-21ના વર્ષમાં બાકી જવાબદારીઓ વધીને રૂા. 3,57,893 કરોડની થઈ ગઈ હોવાનું આજે ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવેલા કોમ્પ્ટ્રોલરએન્ડ ઑડિટર જનરનલના માર્ચ 2021ના પૂરા થયેલા નાણાંકીય વર્ષના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 2020-21ના વર્ષમાં જ આગળના વર્ષની તુલનાએ ગુજરાતના દેવામાં 13.45 ટકાનો વધારો થયો હતો. 

કેગના 2022ના રિપોર્ટ અનુસાર ગુજરાત ઉપર હાલમાં ભાજપના રાજમાં 3.08 લાખ કરોડનું દેવું છે. જે રાજ્યના વાર્ષિક બજેટ 2.40 લાખ કરોડ કરતાં વધારે છે. 31 માર્ચ 2022 ના રોજ જારી કરવામાં આવેલ કેગનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારનું સાર્વજનિક દેવું 31 માર્ચ 2021 સુધીનું 3.08 લાખ કરોડ રૂપિયા થયું હતું. જે વર્ષ 2022-23 ના રાજ્યના બજેટ 2.40 લાખ કરોડ રૂપિયા કરતા વધારે છે. સરકારે કોઈપણ રીતે 3.08 લાખ કરોડનાં દેવામાંથી 61% ચૂકવવું પડશે. વધુ ચિંતાજનક બાબત એ છે કે 2024-25 અંત સુધીમાં આ દેવું 4.50 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ શિક્ષા, સ્વાસ્થ્ય, બાળ મૃત્યુ દર, પર્યાવરણ અને તેના સંબંધિત વિવિધ મુદ્દાઓમાં પણ મોટા પ્રશ્નો જોવા મળી રહ્યા છે. આમ ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે જાહેર દેવું એ એક ચેલેન્જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news