અબ તો યુપી ઓર ઝારખંડ જેસા કરના હે... ગુજરાતના 3 મોટા શહેરમાં નુપુર શર્માનો વિરોધ
Protest Against Nupur Sharma : અમદાવાદના જુહાપુરામાં નૂપુર શર્માના નિવેદનનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો... ટોળાને વિખેરવા પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ, 20થી વધુ લોકોની અટકાયત
Trending Photos
ગુજરાત :દેશભરમાં BJP નેતા નૂપુર શર્માના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આજે રવિવારે નુપુર શર્માના મામલે અલગ અલગ શહેરોમાં વિવાદ પેદા થયો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં નુપુર શર્માને લઈને વિવાદ થયો હતો. જેમાં અમદાવાદમાં પોલીસને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના જુહાપુરામાં નૂપુર શર્માના નિવેદનનો વિરોધ કર્યો હતો. ત્યારે લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો. લોકો રસ્તા ઉતરતા પોલીસ કાફલો ખડકાયો હતો. ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. મહિલા અને પુરુષ આગેવાનો સહિત 20 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી.
સુરતમાં નૂપુર શર્માના નામે માહોલ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. નૂપુર શર્માના વિરોધમાં વિવાદીત પોસ્ટરો છાપવામાં આવ્યા હતા. તોફાન કરવાના ઈરાદે આ પોસ્ટરો છાપવામાં આવ્યા હતા. કાદરશાની નાળ રસ્તાઓ પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. પોસ્ટોરની વીડિયો વાયરલ થતાં પોલીસ આવી એક્શનમાં આવી હતી. અઠવા પોલીસે આ મામલે 5 જેટલા શખ્સની ધરપકડ કરી હતી. આ અસામાજિક તત્ત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળાય તેવો પ્લાન હતો.
સુરતમાં નૂપુર શર્માના વિરોધમાં પોસ્ટરો છપાવી ઉશ્કેરણી જનક વીડિયો વાયરલ કરાયા છે. આ વિશે સુરત શહેરના ઝોન-3ના ડીસીપી સાગર બાધમારે કહ્યુ કે, શહેરમાં તોફાન કરવાના ઈરાદે આ પોસ્ટરો છાપવામાં આવ્યા હતા. શહેરના કાદરશાની નાળ રસ્તાઓ પર પોસ્ટર ચોટાડવામાં આવ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ હાથ ધરી હતી. આ મામલે અઠવા પોલીસ દ્વારા કુલ ૫ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉશ્કેરીજનક વીડીયો અને ફોટામાં એમ લખવામાં આવ્યું હતુ કે, ‘અબ તો યુપી ઓર ઝારખંડ જેસા કરના હે..’
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ સુધી પહોંચ્યો છે. શહેરના રૈયા રોડ પર આઝાદ ચોકમાં રસ્તા પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર ગત મોડી રાત્રે લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટરમાં નૂપુર શર્માના ફોટો પર ફૂટ પ્રિન્ટ પણ જોવા મળી રહી છે.
દેશભરમાં BJP નેતા નૂપુર શર્માના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. તાજેતરમાં શુક્રવારે અમદાવાદના ખાનપુર સહિતના વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો, જોકે આ તમામ બાબતો વચ્ચે અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે નૂપુર શર્માના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રેલી યોજાય તે પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સનાતન સત્ય સંગઠન દ્વારા રેલીની પરવાનગી માગવામાં આવી હતી. જોકે પોલીસે રેલી શરૂ થાય એ પહેલાં સમજાવટથી રેલી પુરી કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે