Budget 2023 : ગુજરાતના 4 શહેરોને મળ્યો વેરાનો ડામ, આવકના નામે લોકોના ખિસ્સાં ખંખેરાશે

Gujarat Mahanagar Palika Budget : ગુજરાતીઓ માટે માઠા સમાચાર... વિધાનસભાની ચૂંટણી પૂરી થતા જ મોટાભાગની મનપાએ બજેટમાં વેરો વધાર્યો... મોંઘવારી વચ્ચે પીસાતી ગુજરાતી પ્રજાના માથે વધુ એક બોજ નંખાશે 

Budget 2023 : ગુજરાતના 4 શહેરોને મળ્યો વેરાનો ડામ, આવકના નામે લોકોના ખિસ્સાં ખંખેરાશે

Gujarat Bugdet 2023 : ગુજરાતીઓને ભાજપને જીતાડવાની આજે સજા મળી હોય તેમ અમદાવાદ, સુરત અને રાજકોટ મનપાના જાહેર થયેલા બજેટમાં કમરતોડ વધારો ઝિંકાયો છે. અમદાવાદીઓ માથે 500 કરોડથી વધારે તો રાજકોટવાસીઓ માથે 370 કરોડ તો સુરતીઓ માથે 307 કરોડનો બોજ આવ્યો છે. તંત્ર આ વેરાઓને આવક ગણાવી રહી છે પણ ગુજરાતીઓની હાલત ખરાબ થવાની છે. ગુજરાતીઓેએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. 156 સીટો જીતાડવાનું ફળ મળ્યું હોય તેમ મનપાના બજેટમાં ગુજરાતીઓને વેરાનો ડામ અપાયો છે. ગુજરાત બજેટમાં પણ લોકોની સુખાકારીઓને બદલે સરકારની તિજોરી કેમ ભરાય એ બાબતને પ્રધાન્ય અપાઈ રહ્યું હોવાની ચર્ચાઓ છે. સરકારે જે યોજના પાછળ વધારે ખર્ચ થતો હતો એ યોજનાની સમીક્ષાઓ કરી છે. આમ ભાજપ સમજી ગયું છે કે 5 વર્ષ તો અમારી સરકાર છે ચૂંટણીના છેલ્લા વર્ રાહતભર્યું બજેટ જાહેર કરી દઈશું. આમ પણ ગુજરાતીઓ માટે કહેવાય છે કે તે બધુ ભૂલી જ જાય છે. આમ આ તકનો ફાયદો લઈને રાજકોટ, સુરત, જામનગર અને અમદાવાદીઓને તંત્રએ ઝટકો આપ્યો છે. 

અમદાવાદમાં મિલકત વેરો કેટલો વધ્યો
મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2023-24 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ગત વર્ષના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટ ની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નરના ડ્રાફ્ટ બજેટ મામલે અત્યંત મોટા અને ઝટકો લાગે તેવા સમાચાર એ છે કે, 10 વર્ષ બાદ અમદાવાદીઓના મિલ્કત વેરામાં વધારો કરાયો છે. રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 7 નો વધારો કરી 23 રૂ કરાયા છે. કોમર્શિયલ મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 9 નો વધારો કરી રૂ 37 કરાયા છે. જોકે, પાણી અને કોન્ઝર્વન્સી વેરામાં હાલ કોઈ વધારો ન કરાયો નથી. 

આ પણ વાંચો : 

રાજકોટમાં તમામ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત
ગુજરાતમાં આજે 4 મનાપાના બજેટ જાહેર થયા છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વર્ષ 2023-24નું 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. ડ્રાફ્ટ બજેટની અંદર મિલકત વેરો અને પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં પાણીવેરામાં 840ના વધારીને 2400 કરવામાં આવ્યાં છે. જ્યારે કોમર્શિયલમાં પાણીવેરો 1680થી વધારીને 4800 કરવામાં આવ્યો છે. તળિયા જાટક તિજોરી ભરવા માટે રાજકોટ મનપાએ જનતાને ઝટકો આપી ત્રણ ગણો વધારો ઝીંકયો છે.  આ બજેટમાં રાજકોટવાસીઓને કોઈ નવી સુવિધા અપાઈ નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિનેમાના વેરામાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2022-23 વર્ષ દરમિયાન મનપા દ્વારા 3.30 લાખ લોકો પાસેથી 240 કરોડ વેરાની વસુલાત કરવામાં આવી છે અને આ વર્ષે 370 કરોડની આવક થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. રહેણાંક મિલકતમાં વેરો પ્રતિ ચોરસ મીટર 11 રૂપિયા હતો જે વધારીને 13 રૂપિયા કરવામાં આવ્યો છે. જયારે કોમર્શિયલ મિલકતની અંદર 22 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 

સુરતમાં 307 કરોડ જેટલો વેરો ઝીંક્યો 
સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો ઉપર વેરો વધારવામાં આવ્યો છે. કુલ મળીને ડ્રાફ્ટ બજેટમાં 307 કરોડ જેટલો વેરો સુરતી ઉપર ઝીંકવામાં આવશે. રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4 નો વધારો કર્યો છે. બિન રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજીત વધારો રૂ 152.18 કરોડ, યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂ. 148.66 કરોડ, 7 વોટર મીટર ચાર્જીસમાં વધારો રૂ. 6 કરોડ ઝીંકાયો છે. 

જામનગરમાં 53 કરોડનો કરબોજ 
જામનગર મનપાનું વર્ષ 2023-24 નું 1079 કરોડનું અંદાજપત્ર આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું. મનપાના અંદાજપત્રમાં જામનગરવાસીઓ પર વેરા વધારો કરાયો છે. પાણી અને મિલકત વેરામાં વધારો સૂચવતી બજેટ દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજુ કરાઈ. શહેરીજનો પર વધારાનો રૂપિયા 53 કરોડનો કરબોજ ઝીંકાયો છે. રૂપિયા 141 કરોડની બંધ પુરાંત સાથેનું અંદાજપત્ર રજૂ કરાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news