તમારે ત્યાં ગણેશોત્સવનું આયોજન કરવાનો છો? તો આ ફરમાન ખાસ વાંચી લેજો
રાજકોટ શહેરમાં ગણેશ ઉત્સવમાં મૂર્તિની ઉંચાઈનું વિઘ્ન સામે આવ્યું છે કારણે કે રાજકોટ પોલીસ કમિશનરે ગણેશ ભગવાનની પ્રતિમા 9 ફૂટથી વધુ બનાવવા પર પ્રતિબંધ લગાડતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
- ગણેશોત્સવને લઈને જાહેરનામું....
- ગણેસોત્સવમાં 9 ફુટ થી વધુ ઉંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ
- જાહેરનામું પ્રસિદ્ધ થતા આયોજકોમાં કચવાટ...
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ પોલીસ કમિશ્નરે ગણેશોત્સવ પહેલા ખાસ જાહેરનામું બાહર પાડ્યું છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. ગણેસોત્સવમાં 9 ફૂટથી વધુ ઉંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જો કે, સમસ્યા એ છે કે આયોજકોએ પહેલા જ 11 ફૂટની મૂર્તિ બનાવી દીધી છે. કારણ કે સરકારે ઊંચાઈ પરના પ્રતિબંધો દૂર કર્યા હતા. પરંતુ હવે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. મૂર્તિની ઉંચાઈ ફિક્સ કરતું જાહેરનામું પ્રસિદ્ધ થતા આયોજકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરમાં ગણેશ ઉત્સવમાં મૂર્તિની ઉંચાઈનું વિઘ્ન સામે આવ્યું છે કારણે કે રાજકોટ પોલીસ કમિશનરે ગણેશ ભગવાનની પ્રતિમા 9 ફૂટથી વધુ બનાવવા પર પ્રતિબંધ લગાડતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું ત્યાં સુધીમાં ઘણા આયોજકોએ 11 ફૂટની પ્રતિમા બનાવી છે. હવે આયોજકો આ જાહેરનામા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટમાં દર વર્ષે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવમાં વિવિધ ગણેશ પંડાલો સ્થાપિત થતા હોય છે અને જુદા જુદા વિસ્તારમાં ગણેશની મૂર્તિ બેસાડીને ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં ગણેશ ઉત્સવના અનેક આયોજન થતા હોય છે. રાજકોટના જાહેર સ્થળો પર આ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. જેથી જાહેર જનતાને આ ઉત્સવનો લાભ મળે. લોકો પોતાની ઘરે ગણેશની સ્થાપના કરતા હોય છે. આ વર્ષે બે વર્ષ પછી ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના જાહેરનામાથી આયોજકોને મુશ્કેલી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવા પર પ્રતિબંધ હતો, ત્યારે આ વર્ષે ફરી એક વખત ગણેશોત્સવનું આયોજન માટે મંજૂરી મળી છે. જો કે રાજકોટ પોલીસ કમિશનરના એક પ્રતિબંધને કારણે આ ગણેશ ઉત્સવ પર વિઘ્ન આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે