આજે દાહોદમાં PM મોદીની પ્રચંડ સભા, ગુજરાતને મળશે હજારો કરોડનાં વિકાસકાર્યોની ભેટ

PM મોદી આજે દાહોદ રેલ્વે વર્કશોપમાં અંદાજે 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ થનારા 9 હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શીલાન્યાસ કરશે. આજે જ પીએમ મોદી આજે દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને કુલ 21809.79 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ ધરવાના છે. દાહોદનાં 1259.64 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા 20550.15 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આજે પ્રધાનમંત્રી મોદી દાહોદના ખરોડ ખાતેની સબજેલ પાસે આવેલા મેદાનમાં અંદાજે બે લાખથી વધુ જનમેદનીને સંબોધન કરશે. જે અંગે અગાઉથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

  • ગુજરાતને મળશે 25 હજાર કરોડનાં વિકાસકાર્યોની ભેટ

  • દાહોદમાં હજારો કરોડનાં સાત વિકાસકાર્યોનું PM લોકાર્પણ કરશે

    ખરોડના મેદાનમાં બપોરે 3 થી 5 દરમ્યાન યોજાશે કાર્યક્રમ

    ઊચવાણ ગામે જંગલ એનિમલ કેર સેન્ટરનું લોકાર્પણ કરશે

    અંતરિયાળ વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ

Trending Photos

આજે દાહોદમાં PM મોદીની પ્રચંડ સભા, ગુજરાતને મળશે હજારો કરોડનાં વિકાસકાર્યોની ભેટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીએ હવે પ્રચાર-પ્રસારની તમામ બાગદોર પોતાના હાથમાં લઈ લીધી છે. પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં ફરી એકવાર કમળ ખીલવવા માટે પ્રધાનમંત્રી મોદીએ એક બાદ એક ગુજરાત પ્રવાસ કરીને ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરવાનું શરૂ કરી દીધું છે.

એજ કારણ છેકે, સોમવારથી પીએમ મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. ત્રણ દિવસમાં તેઓ ગુજરાતને 25 હજાર કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપવાના છે. જે અંતર્ગત ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે એટલેકે, આજે પ્રધાનમંત્રી મોદી રાજ્યના દાહોદ જિલ્લાની મુલાકાત લેશે. દહોદ જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી પ્રચંડ જનમેદનીને સંબોધીને ચૂંટણીનો પ્રચાર-પ્રસાર તેજ કરશે.

PM મોદી આજે દાહોદ રેલ્વે વર્કશોપમાં અંદાજે 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ થનારા 9 હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શીલાન્યાસ કરશે. આજે જ પીએમ મોદી આજે દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને કુલ 21809.79 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ ધરવાના છે. દાહોદનાં 1259.64 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા 20550.15 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. 

જનકલ્યાણના વિવિધ વિકાસકાર્યોમાં આરોગ્ય, આવાસ, વીજળી, રોજગારી, સલામતી, સ્કીલ ડેવલપમેન્ટ, જળસંચયના કામો, રસ્તાઓ સહિતની પાયાની સુવિધાઓ સાથે દાહોદ સ્માર્ટસીટી તરીકે મહાનગરોમાં જોવા મળતી સુવિધાઓ પણ આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાને મળશે. જેમાં આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટ સીટી તરીકે એક નવા સ્તરે લઇ જતો અને મહાનગરોમાં પણ ન જોવા મળતી અત્યાદ્યુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. 151.04 કરોડ રૂપિયાના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું ખરોડ ખાતે યોજાનારા ‘આદિજાતિ મહાસંમેલન’માં  લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી કરશે.

આજે પ્રધાનમંત્રી મોદી દાહોદના ખરોડ ખાતેની સબજેલ પાસે આવેલા મેદાનમાં અંદાજે બે લાખથી વધુ જનમેદનીને સંબોધન કરશે. જે અંગે અગાઉથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. કાર્યક્રમમાં પીએમ મોદી દાહોદ જિલ્લાના લોકોને હજારો કરોડના વિકાસકામોની ભેટ અર્પણ કરશે. કાર્યક્રમ બપોરના 3થી 5 વાગ્યા દરમિયાન યોજાશે.

ગત વર્ષની ગણતરી મુજબ દીપડાની સંખ્યા 143 થઇ છે. એને કારણે માનવ મૃત્યુ તેમજ માનવ ઇજાના બનાવો પણ ઘણા બન્યા છે. રાજ્યમાં દીપડાની વસતિની દૃષ્ટિએ દાહોદ જિલ્લો બીજા નંબર પર આવે છે. દાહોદ જિલ્લામાં દીપડાની વસતિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વન્યપ્રાણી દ્વારા માનવ ઘર્ષણ ઘટાડવા હેતુ તેમજ માનવભક્ષી દીપડાઓ દ્વારા થતો રંજાડ અટકાવવા હેતુના નિવારાત્મક પગલાના ભાગરૂપે ઊચવાણ ગામે જંગલ એનિમલ કેર-સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદીના હસ્તે આજે લોકાર્પણ થશે. દેવગઢ બારિયાના એનિમલ કેર સેન્ટર રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

દાહોદના અંતરિયાળ વિસ્તારમાં પીએમ મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. સાથે જ ઓક્સિજન પ્લાન્ટ નું પણ અહીં નિર્માણ કરાશે. એટલું જ નહીં આ સાથે પીએમ મોદી. દાહોદ સ્માર્ટસિટીના આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે. જ્યારે પ્રધાનમંત્રી મોદી અહીં આવેલાં મીરાખેડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે પીએમ મોદી સુએજ પ્રોજેક્ટ તેમજ સોલિડ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. નર્મદાના નીર બધાને મળી રહે તે આશયથી હાફેશ્વર યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news