PAASની ફરી ગુજરાતમાં આંદોલનની ચિમકી, પનારાએ કહ્યું, 'નેતા બન્યા બાદ હાર્દિકના બદલાયેલા રંગથી PAAS લાલઘૂમ'

પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અગ્રણી કિરીટભાઈ પટેલના મૃત્યુ બાદ કાર્યવાહી કરવાના મુદ્દે ઉત્તર ગુજરાત PAASના આગેવાનો લાલઘૂમ જોવા મળ્યા હતા.

 PAASની ફરી ગુજરાતમાં આંદોલનની ચિમકી, પનારાએ કહ્યું, 'નેતા બન્યા બાદ હાર્દિકના બદલાયેલા રંગથી PAAS લાલઘૂમ'

ઝી બ્યુરો/અમદાવાદ: મહેસાણાના કિરીટ પટેલની આત્મહત્યા મુદ્દે પાસ કન્વીનરોએ મુખ્યમંત્રી સામે મુલાકાત કરી અને આત્મહત્યા કેસમાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે અઢી મહિના પહેલા કિરીટ પટેલે આત્મહત્યા કરી હતી, જો કે અઢી મહિના પછી પણ કોઈ સામે તપાસ થઈ નથી. જો આગામી દિવસમાં તપાસ નહીં થાય તો પાસના કન્વીનરોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ મનોજ પનારાએ હાર્દિક અંગે નિવેદન આપતા કહ્યું છે કે અમે હાર્દિક પટેલ સાથે કોઈ વાત કરવા માગતા નથી. નેતા બન્યા બાદ હાર્દિક પટેલના બદલાયેલા રંગથી PAAS લાલઘૂમ છે.

નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ આજે કિરીટ પટેલની આત્મહત્યા મુદ્દે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અગ્રણી કિરીટભાઈ પટેલના મૃત્યુ બાદ કાર્યવાહી કરવાના મુદ્દે ઉત્તર ગુજરાત PAASના આગેવાનોએ આજે મુખ્યમંત્રીને મળ્યા હતા. લાંબા સમયગાળા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ કરી હતી.

હાર્દિક પટેલ અંગે નિવેદન
મનોજ પનારા હાર્દિક પટેલ અંગે નિવેદન આપતા કહ્યું કે, અમે હાર્દિક પટેલ સાથે કોઈ વાત કરવા માગતા નથી. હાર્દિક પટેલ હવે નેતા બની ગયા છે. પાટીદાર પરિવાર દુઃખમાં અને હાર્દિક પટેલ નેતાગીરીમાં વ્યસ્ત છે. નેતા બન્યા બાદ હાર્દિક પટેલના બદલાયેલા રંગથી PAAS લાલઘૂમ છે. હાર્દિક પટેલ પરિવારને સાંત્વના આપવા આવ્યો નથી.

કિરીટ પટેલની 18 પાનાની સ્યુસાઈડ નોટ
પાસના આગેવાનોએ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ પાસ કન્વીનર મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કિરીટ પટેલ પાસેથી 1.5 કરોડ રોકડા અને અન્ય 1 કરોડની ગિફ્ટ લેવાયેલી છે. તમામ પુરાવા મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાને આપ્યા છે. કિરીટ પટેલની 18 પાનાની સ્યુસાઈડ નોટમાં લખેલી છે. તોડ કરનારાઓને સજા કરોની રજૂઆત કરવામાં આવી છે. યોગ્ય તપાસ કરી ફરીયાદ દાખલ નહિ કરાય તો આગામી સમયમાં આંદોલન કરીશું. ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં મહેસાણા ખાતે સંમેલન યોજવામાં આવશે.

2 કરોડ 40 લાખની છેતરપીંડીના કારણે આપઘાત
સ્યુસાઈડ નોટમાં બેચરાજી વિધાનસભાની ટિકિટમાં ઠગાઈનો ભોગ બન્યાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ 2.40 કરોડની ઠગાઈ થતા આપઘાત કર્યાનો ખુલાસો પણ તેમાં કરાયો છે. 5 શખ્સોની ટોળકીએ ઠગાઈ કરી હોવાનો ઉલ્લેખ સ્યૂસાઈડ નોટમાં કરાયો છે. આપઘાત પહેલા કિરીટ પટેલ દ્વારા એક સ્યૂસાઇડ નોટ લખવામાં આવી હતી. તેના આધારે 2 કરોડ 40 લાખની છેતરપીંડીના કારણે આપઘાત કર્યું હોવાનું બહાર આવ્યું છે. કિરીટભાઈના પરિવારના હાથમાં કંઈક એવા પુરાવા આવ્યા છે કે જેનાથી એનો રેલો છેક રાજ્ય સરકાર સુધી પહોંચે તેવો આક્ષેપ કિરીટભાઈના ભાઈ નરેન્દ્રભાઈએ કર્યો હતો. 

કિરીટ પટેલને મળનાર કેન્દ્રીય મંત્રી કોણ 
અર્બન બેંકના ડિરેકટર કિરીટ પટેલનો આપઘાતનો મુદ્દો નવો વળાંક લઈ રહ્યો છે. કિરીટ પટેલે લખેલ 18 પાનાની સ્યુસાઇડ નોટ સામે આવી છે. 18 પાનાની સ્યુસાઈડ નોટ મુદ્દે કિરીટ પટેલના ભાઈ નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, આત્મહત્યાના દિવસે મળેલ નોટ ઉપરાંત બીજી નોટ મળી આવી છે. બેચરાજી વિધાનસભાની ટિકિટમાં ઠગાઇનો ભોગ બન્યા હોવાનો ઉલ્લેખ તેમાં કરાયો છે. કિરીટભાઈ 2.40 કરોડની ઠગાઈનો ભોગ બનતા આપઘાત કર્યો હતો. આરોપી 5 શખ્શોની ટોળકીએ ઠગાઈ કરી છે. વિધાનસસભાની ચૂંટણી પૂર્વે કિરીટ પટેલને કેન્દ્રીય મંત્રીને મળાવ્યા હોવાનો કિરીટ પટેલના ભાઈએ સ્યૂસાઈડ નોટ થકી દાવો કર્યો છે. સાથે જ આ મુલાકાતના ફોટો પણ ઉપલબ્ધ હોવાની વિગત છે. તેમજ દિલ્હી મુલાકાતોની તારીખ સહિત વિગતોનો નોટમાં ઉલ્લેખ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news