અમદાવાદમાં 15 તારીખથી લોકડાઉનમાં શરતી છુટછાટ, શાકભાજી કરિયાણું મળશે પણ આ શરતે

લોકડાઉનને 50 દિવસ પુર્ણ થઇ ચુક્યા હોવા છતા પણ શહેરમાં કોરોનાનો કહેર યથાવત્ત છે. રોજનાં 200-300 નવા કેસ આવી રહ્યા છે. જેના પગલે નવ નિયુક્ત વચગાળાના કમિશ્નર મુકેશ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે દુધ અને દવા સિવાયની તમામ દુકાનો પર સંપુર્ણ પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. જો કે હવે કોર્પોરેશન 15મેનાં રોજ આ પ્રતિબંધ ઉઠાવવા જઇ રહી છે. જો કે આ પ્રતિબંધમાં કેટલીક શરતી છુટછાટો આપવામાં આવી છે.
અમદાવાદમાં 15 તારીખથી લોકડાઉનમાં શરતી છુટછાટ, શાકભાજી કરિયાણું મળશે પણ આ શરતે

અમદાવાદ : લોકડાઉનને 50 દિવસ પુર્ણ થઇ ચુક્યા હોવા છતા પણ શહેરમાં કોરોનાનો કહેર યથાવત્ત છે. રોજનાં 200-300 નવા કેસ આવી રહ્યા છે. જેના પગલે નવ નિયુક્ત વચગાળાના કમિશ્નર મુકેશ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે દુધ અને દવા સિવાયની તમામ દુકાનો પર સંપુર્ણ પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. જો કે હવે કોર્પોરેશન 15મેનાં રોજ આ પ્રતિબંધ ઉઠાવવા જઇ રહી છે. જો કે આ પ્રતિબંધમાં કેટલીક શરતી છુટછાટો આપવામાં આવી છે.

અમદાવાદમાં તબક્કાવાર કોરોનાને કાબુમાં લેવા માટે રચાયેલી કમિટીની બેઠક આજે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળી હતી. જેમાં ફેરિયાઓ અને વેપારીઓને શરતી છુટછાટ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ફેરિયાઓ અને દુકાન ધારકોને કોર્પોરેશન દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવશે. ફોટાવાળું આ હેલ્થ કાર્ડ હોય તે જ વ્યાપાર કરી શકશે. આ ઉપરાંત દર 7 દિવસે આ કાર્ડ તેણે રિન્યું કરાવવાનું રહેશે. 

આ ઉપરાંત કોઇ પણ જીવન જરૂરિયાતની દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ ઉપરાંત લારીવાળાઓને વોર્ડ ફાળવવામાં આવશે તેમણે તે નિયત સ્થળે જ ઉભુ રહેવાનું રહેશે. જો દુકાન મોટી હોય તો પોતાના કામદારોનું હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ મેળવવાની જવાબદારી જે તે દુકાન માલિકની રહેશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે જોવાની જવાબદારી દુકાનદારની રહેશે. 

કોરોના સંક્રમણ દરમિયાન ડિજિટલ પેમેન્ટનો મહત્તમ ઉપયોગ થાય તે જરૂરી છે. જો રોકડમાં વ્યવહાર થાય તો પૈસા આપવા અને લેવા માટે ટ્રેનો ઉપયોગ કરવો પડશે. રોકડની આપલે દરમિયાન સીધો સંપર્ક ટળે તેની તકેદારી રાખવી. આ ઉપરાંત દુકાનમાં રહેલા માલિક અને સ્ટાફ સહિતનાં તમામ લોકોને હેન્ડ ગ્લવ્ઝ, કેપ અને માસ્કનો ઉપયોગ કરવો. આ ઉપરાંત દરેક વ્યવહાર પુર્ણ થાય પછી તુરંત જ પોતાનો હાથ સેનિટાઇઝરથી સાફ કરવો. આ ઉપરાંત ગ્રાહકો માટે પણ હેન્ડ સેનિટાઇઝર પુરૂ પાડવું પડશે. આ ઉપરાંત ગ્રાહકની સાથે સીધો સંપર્ક ન થાય તે માટે દુકાનમાં પ્લાસ્ટિકનાં પડદા જેવું કોઇ આવરણ પણ રાખવું પડશે.

આ ઉપરાંત હોમ ડિલિવરી કરતા વિવિધ એપને પણ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત આ એપ ડિજીટલી ચાલતા હોય પેમેન્ટ પણ તેમણે ડિજીટલી જ સ્વિકારવું પડશે. હોમ ડિલિવરીનો સમય સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news