જૂનાગઢ અકસ્માત: બંધ રીક્ષાને ટ્રેકટરે મારી જોરદાર ટક્કર, પતિ સામે ગર્ભવતી પત્નીનું મોત
રાજ્યના વિવિધ શહેરમાં ત્રણ અકસ્માતની ઘટના બની છે જેમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે જૂનગાઢના કેશોદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદમાં રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે
Trending Photos
જૂનાગઢ: રાજ્યના વિવિધ શહેરમાં ત્રણ અકસ્માતની ઘટના બની છે જેમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે જૂનગાઢના કેશોદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદમાં રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
જૂનાગઢના કેશોદમાં રેવદ્રા અને પાણખાણ વચ્ચે રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં મૃતક મહિલા તેના પતિ અને પુત્ર તેમજ કાકાની દીકરી એમ કુલ 4 લોકો પોતાની રીક્ષામાં માંગરોળથી રેવદ્રા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન રેવદ્રા અને પાણખાણ વચ્ચે રોડની સાઈડમાં રીક્ષા ઉભી રાખી હતી. તે જ સમયે કાળ બનીને આવેલા ટ્રેક્ટરે રોડ સાઈડ ઉભેલી બંધ રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
ત્યારે આ અકસ્માતની ઘટનામાં પતિ સમક્ષ જ પત્નીનું મોત નિપજ્યું છે. જો કે, આ ઘટનામાં મૃતક મહિલા ગર્ભવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટના સર્જાતા આરપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, અકસ્માતની આ ઘટનામાં ગર્ભવતી મહિલાનું મોત નિપજતા પરીવારમાં માતમ છવાયો છે અને માંગરોળમાં રહેતાં પરિવારનો માળો વિખાયો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. સવારથી જ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ શહેરોમાં ત્રણ અકસ્માત થયા હતા. જેમાં કુલ 15 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે નવા વર્ષે ફરવા નીકળેલા લોકો માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે