પ્રમુખ સ્વામીના જન્મસ્થળ ચાણસદને રૂ.10 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

મહંત સ્વામી સાથે ચાણસદ આવેલા ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીનની જાહેરાત 

પ્રમુખ સ્વામીના જન્મસ્થળ ચાણસદને રૂ.10 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

વડોદરાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ વડોદરાના પાદરાની નજીક આવેલા ચાણસદ ગામનો ગુજરાત સરકાર રૂ.10 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરશે. અહીં આવેલા ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીને આ મહત્ત્વની જાહેરાત કરી હતી. 

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામે બી.એ.પી.એસ.ના વડા પૂજ્ય મહંત સ્વામી અને ગુજરાત રાજ્ય આયોજન પંચ ના ઉપાધ્યક્ષ નરહરિ અમીન ગુરૂવારે ચાણસદ ગામની મુલાકાતે આવ્યા હતા. તેમણે ચાણસદ ખાતે પૂજ્ય પ્રમુખ સ્વામીના જન્મસ્થળ એવા પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. 

પૂજ્ય મહંત સ્વામીના આશિર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ઉમટી પડ્યા હતા. નરહરિ અમીને અહીં જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર ચાણસદ ગામને યાત્રા ધામ તરીકે વિકસાવશે અને તેના માટે રૂ.10 કરોડ ફાળવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news