અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર

કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે શ્રમિકોને તેમના વતન મોકલવાના મામલે એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે

અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર

અમિત રાજપૂત, અમદાવાદ: કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે શ્રમિકોને તેમના વતન મોકલવાના મામલે એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 'હમ વાપસ આએગે' સૂત્ર સાથેના પોસ્ટર બસો પર લગાવવામાં આવ્યા છે. ત્યારે આજે 1600 જેટલા શ્રમિકોને ગોરખપુર મોકલવામાં આવશે.

કોરોના વાયરસની મહામારીને લઇને રાજ્યમાં લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. ત્યારે આ લોકડાઉનમાં રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા સ્પશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે રાજ્યભરમાં એસટી બસો દોડાવવામાં આવી છે. અમદાવાદમાંથી 1600 જેટલા શ્રમિકોને ગરખપુર મોકલવામાં આવી રહ્યાં છે. 

ત્યારે શ્રમિકોને લઇ જતી આ એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રાજ્યની એસટી બસો પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથેના પોસ્ટર બસો લગાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટર બસો પર લગાવવામાં આવ્યા હતા. શ્રમિકો દ્વારા 'હમ વાપસ આએગે'ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news