નબળું પડી રહ્યું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સેટેલાઇટ અને અંતરિક્ષ પર ખતરાની સ્થિતી

  કોરોના વાયરસ (Coronavirus) નું સંકટ હજી ટળ્યું નથી ત્યાં વધારે એક ખતરો વિશ્વ સમક્ષ આવી ગયો છે. ભણવામાં આપણે આવતું હતું કે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર  (Earth magnetic field) આપણને સૌર વિકિરણથી (solar radiaton) બચાવે છે. જો કે હવે આ ચુંબકીય ક્ષેત્ર જ (Earth magnetic field Weakening)  નબળું પડી રહ્યું હોવનાં અહેવાલો વહેતા થયા છે. અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર પૃથ્વીનું (Earth magnetic) ચુંબકીય ક્ષેત્ર ગત્ત બે શતાબ્દીઓમાં પોતાની 10 ટકા તિવ્રતા ગુમાવી ચુક્યું છે. 
નબળું પડી રહ્યું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સેટેલાઇટ અને અંતરિક્ષ પર ખતરાની સ્થિતી

નવી દિલ્હી:  કોરોના વાયરસ (Coronavirus) નું સંકટ હજી ટળ્યું નથી ત્યાં વધારે એક ખતરો વિશ્વ સમક્ષ આવી ગયો છે. ભણવામાં આપણે આવતું હતું કે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર  (Earth magnetic field) આપણને સૌર વિકિરણથી (solar radiaton) બચાવે છે. જો કે હવે આ ચુંબકીય ક્ષેત્ર જ (Earth magnetic field Weakening)  નબળું પડી રહ્યું હોવનાં અહેવાલો વહેતા થયા છે. અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર પૃથ્વીનું (Earth magnetic) ચુંબકીય ક્ષેત્ર ગત્ત બે શતાબ્દીઓમાં પોતાની 10 ટકા તિવ્રતા ગુમાવી ચુક્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પૃથ્વી પર જીવન માટે ચુંબકીય ક્ષેત્ર (Earth magnetic field) ખુબ જ જરૂરી છે. ચુબકીય ક્ષેત્ર પૃથ્વીને સુર્યથી થનારા રેડિએશન અને અંતરિક્ષથી નિકળનારા આવેશિત કણોથી (Charged Particles) બચાવે છે. આફ્રીકા અને લેટિન અમેરિકા વચ્ચે એક મોટો વિસ્તાર છે જેને દક્ષિણ એટલાંટિક વિસંગતી (South Atlantic Anomaly) કહેવામાં આવે છે. ત્યાં ખુબ જ ઝડપથી ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો. આ ક્ષેત્રમાં ગત્ત 50 વર્ષોમાં એક હિસ્સામાં ખુબ ઝડપથી ચુંબકીય ક્ષેત્ર ઘટાડો જોવાયો.

યુરોપિયન અંતરિક્ષ એજન્સીના (ESA) વૈજ્ઞાનિક સ્વાર્મ ડેટા, ઇનોવેશ એન્ડ સાયન્સ ક્લસ્ટર (DISC) સાથે વિસંગતિનો અભ્યાસ કરવા માટે ESA નાં સ્વાર્મ સેટેલાઇટનાં ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સ્વાર્મ સેટેલાઇટ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને બનાવનારા અલગ અલગ ચુંબકીય સંકેતોની ઓળખ અને માપી શકે છે. ગત્ત પાંચ વર્ષોમાં આફ્રીકાનાં દક્ષિણ પશ્ચિમની તરફ ઓછી તિવ્રતાનું એક બીજુ કેન્દ્ર વિકસિત થયું છે. સંશોધકોનું માનવું છે કે, તેનો અર્થ એવો થઇ શકે કે, વિસંગતિ બે અલગ અલગ કોશિકાઓમાં વિભાજીત થઇ શકે છે.

ચુંબકીય ક્ષેત્ર નબળું પડવાને કારણે ઉપગ્રહો અને અંતરિક્ષ યાનને પણ સમસ્યા થઇ શકે છે. તેને પણ ગ્રહના પરિભ્રમણમાં અનેક સમસ્યાઓ નડી રહી છે. દક્ષિણ એટલાન્ટિક વિસંગતિ છેલ્લા એક દશકથી દેખાઇ રહી છે. જો કે થોડા વર્ષોથીમાં ખુબ જ ઝડપથી વિકસિત થઇ છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝથી ડૉ. જુર્ગન મત્જકાએ કહ્યું કે, આપણે ખુબ જ ભાગ્યશાળી છીએ કે દક્ષિણ એન્ટાન્ટિક વિસંગતીઓનાં વિકાસની તપાસ માટે ઓર્બિટમાં સ્વાર્મ સેટેલાઇ છે. આ પરિવર્તનની સાથે પૃથ્વીના કોરમાં થનારી પ્રક્રિયાઓને સમજવી ખુબ જ મોટો પડકાર છે.

આની પાછળનું કારણનું અનુમાન સૌથી વધારે લગાવવામાં આવી રહ્યું છે. તેઓ એમ કહી શકે છે કે, પૃથ્વીનાં ધ્રુવનાં પલટવાનો સમય નજીક આવી રહ્યો છે. ધ્રુવ ઉત્તક્રમણ  (Pole reversal) ત્યારે થાય છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ચુંબકીય ઘ્રુવ હટી શકે છે. જો કે આ ફ્લિપ તુરંત અથવા અચાનક નથી થતા. તેને થવામાં સદીઓનો સમય લાગે છે, આ દરમિયાન ગ્રહનાં ચારો તરફ અનેક ઉત્તર અને દક્ષિણ ચુંબકીય ધ્રુવ હશે.

એવું પહેલીવાર નથી કે પૃથ્વી પર ધ્રુવીય ઉત્તક્રમણ થવાનું છે. વૈજ્ઞાનિકોના અનુસાર આ ઘટના આપણા ગ્રહનાં ઇતિહાસમાં પહેલા પણ થયું છે. આ પરિવર્તન પર 2,50,000 વર્ષમાં થાય છે. જો કે આ પરિવર્તનથી સામાન્ય જનતા ખુબ જ હદ સુધી પ્રભાવિત નહી થાય, પરંતુ તેનાથી અલગ અલગ સેટેલાઇટ અને અંતરિક્ષ યાનો માટે ટેક્નિકલ પરેશાનીઓ જરૂર પેદા થઇ રહી છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર નબળું પડી રહ્યું છે અને બ્રહ્માંડ થી આવેશિત કણ ઓઝોનનાં પડને ભેદીને પૃથ્વી પર આવી જશે અને તેઓ આ ઉંચાઇએ છે જ્યાં સેટેલાઇન પરિક્રમા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news