‘પક્ષપલટુએ ગામમાં આવવું નહિ...’ મોરબીના વધુ એક ગામમાં બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લાગ્યા

મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા રાજીનામું આપ્યું છે. જેથી કરીને આગામી દિવસોમાં મોરબી-માળિયા વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તે નક્કી છે. પરંતુ ભાજપમાંથી કોને ટિકિટ મળશે, કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળશે તે હજુ નક્કી નથી. ત્યાં મોરબી અને માળિયા તાલુકા વિસ્તારની અંદર જુદા જુદા ગામના લોકો દ્વારા હાલમાં બ્રિજેશ મેરજા (Brijesh Merja) નો વિરોધ કરાઈ રહ્યો છે. બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લગાવવામાં આવી રહ્યા છે. 
‘પક્ષપલટુએ ગામમાં આવવું નહિ...’ મોરબીના વધુ એક ગામમાં બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લાગ્યા

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા રાજીનામું આપ્યું છે. જેથી કરીને આગામી દિવસોમાં મોરબી-માળિયા વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તે નક્કી છે. પરંતુ ભાજપમાંથી કોને ટિકિટ મળશે, કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળશે તે હજુ નક્કી નથી. ત્યાં મોરબી અને માળિયા તાલુકા વિસ્તારની અંદર જુદા જુદા ગામના લોકો દ્વારા હાલમાં બ્રિજેશ મેરજા (Brijesh Merja) નો વિરોધ કરાઈ રહ્યો છે. બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લગાવવામાં આવી રહ્યા છે. 

Unlock-1 માં અનસેફ બન્યું અમદાવાદ, કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું 

જો વાત કરીએ તો ગઈકાલે મોરબી તાલુકાના જેતપર ગામની અંદર ‘પક્ષપલટુને ગામમાં આવવું નહિ...’ તે પ્રકારનું બેનર ગામના દરવાજે પર ગામ સમસ્ત દ્વારા લગાવવામાં આવ્યા હતા. જેતપર એ માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ગામ છે. અગાઉ કાંતિભાઈના સમર્થકોએ સોશિયલ મીડિયામાં મેરજા વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરી હતી. આવી જ રીતે આજે મોરબી નજીકના નવા સાદુળકા ગામે પણ બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં પણ ‘પક્ષપલટો અને સમાજ દ્રોહ કરનારાઓએ ગામમાં પ્રવેશ કરવો નહિ...’ તે પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે. મેરજાના વિરોધમાં ‘બોર્ડ જનાદેશનું આપમાન કરનારે ગામમાં પ્રવેશ કરવો નહિ....’ ના બોર્ડ લગાવ્યા છે. જે જોતાં એવું કહી શકાય કે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.

24 કલાકમાં ગુજરાતના 125 તાલુકામાં વરસાદ, પંચમહાલના ચેરાપુંજી કહેવાતા જાંબુઘોડામાં 3 ઈંચ ખાબક્યો 

ઉલ્લેખનીય છે કે, હજી બ્રિજેશ મેરજાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવશે તેવી કોઇપણ પ્રકારની સ્પષ્ટતા ભાજપ કે પછી બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવી નથી. પરંતુ હાલમાં મોરબી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર તેમનો ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલે કે જો આગામી દિવસોમાં બ્રિજેશ મેરજાને પક્ષ તરફથી ટિકીટ આપવામાં આવશે તો તેના માઠા પરિણામો પક્ષને ભોગવવા પડે તેવા સંકેતો જુદા જુદા ગામના લોકો હાલમાં બેનર લગાવીને આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news