પત્નીનો મૃતદેહ પાડોશીના ઘરમાં, અને પાડોશીનો મૃતદેહ ચોટીલા પાસે કારમાં મળ્યો, આખરે બન્યું શું હતું પોલીસ પણ ગૂંચવાઈ?

Crime News : પોરબંદરમાં ગુમ થયેલ મહિલાનો મૃતદેહ પાડોશના ઘરમાંથી મળી આવ્યો અને જે પાડોશીના ઘરમાંથી આ મૃતદેહ મળી આવ્યો તે વ્યક્તિનો મૃતદેહ ચોટીલા કારમાંથી મળી આવ્યો... ત્યારે શું થયું હતું તે જાણવામાં પોલીસ કામે લાગી

પત્નીનો મૃતદેહ પાડોશીના ઘરમાં, અને પાડોશીનો મૃતદેહ ચોટીલા પાસે કારમાં મળ્યો, આખરે બન્યું શું હતું પોલીસ પણ ગૂંચવાઈ?

Porbandar News અજય શીલુ/પોરબંદર : પોરબંદરની નવી ખડપીઠ વિસ્તારમાં બંધ મકાનમાંથી લોહીથી લથબથ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, તો જે ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે તે ઘરના માલિકનો મૃતદેહ પણ લોહીથી તરબોળ હાલતમાં સુરેન્દ્રનગરના ચોટીલામાંથી એક કારમાંથી મળી આવ્યો છે. પોરબંદરમાંથી મળી આવેલ મૃતદેહ અને ચોટીલમાંથી મળી આવેલ મૃતદેહ કોના છે અને શુx છે મોતના તાણાવાણા જોઈએ.

પોરબંદર શહેરમાં આવેલ નવી ખડપીઠ વિસ્તારમાં રહેતા અશ્વિન બળેજા તેની પત્ની કંચન બળેજા અને તેમની બે દિકરીઓ સહિત પરિવાર રહેતો હતો. ત્યારે અશ્વિનના જણાવ્યા અનુસાર તેની પત્ની કંચન કે જે પ્રેગનન્ટ હોય તે બે દિવસ પહેલા સવારે આંગણવાડીમાં જવાનું કહીને ઘરે ગઈ હતી. પરંતું ત્યારબાદ ઘરે પરત આવી ન હતી. અને તેનો ફોન પણ બંધ હતો. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને બાતમીને આધારે અશ્વિન બળેજાની નજીકના જ ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નો કે જે લિસ્ટેડ બુટલેગર હોઈ આ મુન્નાનું ઘર પણ બે ત્રણ દિવસથી બંધ હતું. જેથી પોલીસે મામલતદાર સહિતની હાજરીમાં પંચનામુ ખોલી તાળુ તોડાવ્યુ હતુ. તેના ઘરમાંથી લોહીમાં લથબથ હાલતમાં ગુમ થયેલ કંચન બળેજાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાના પતિ અશ્વિન બળેજાએ જણાવ્યુ હતુ કે, પાડોશમાં રહેતા મુન્ના સાથે મારી પત્નીને બિલ્કુલ બનતુ ન હતું. પાડોશી મુન્નો તેના દિકરા સાથે અહી રહેતો હતો અને દારુ વેચતો હતો. મારી ઘરવાળી તેને ગમતી ન હતી. તેથી તેના કારણે તેનો ગુસ્સો મુન્નો રાખતો હતો. મૃતકના પતિએ તો આ મુન્ના પર અન્ય ગંભીર આક્ષેપો પણ કર્યા હતા કે, આ મુન્નાએ આ વિસ્તારમાં સગીર વયની બે દીકરીઓ સાથે પણ ન કરવાનુ કર્યુ હતુ. મારી ઘરવાળીને તેણે બળજબરીથી ઘરમાં લઈ જઇ તેને મોત નિપજાવ્યું હોય તેવી શક્યતા અશ્વિને વ્યક્ત કરી હતી. 

સીટી મામલતદાર તેમજ સીટી ડીવાયએસપી સહિત પોલીસની હાજરીમાં જે રીતે તાળું માર્યુ હતું. તે બંધ રહેણાંક મકાન ખોલતા ગુમ મહિલાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ એસપી પાર્થરાજસિંહ ગોહીલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની સમગ્ર માહિતી મેળવી હતી. પોલીસને કંચન બળેજાનો મૃતદેહ જે ઘરમાંથી મળી આવ્યો છે તે કમલાબાગ પોલીસ‌ સ્ટેશનનો લિસ્ટેડ બુટલેગર હોવાનું સીટી ડીવાયએસપીએ જણાવ્યું હતું. 

porbandar_murder_zee2.jpg

તો બીજી તરફ આ ત્રિકમ ચાવડા ઉર્ફે મુન્નાનો પણ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે કારમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ મોતનું સાચું કારણ જાણવા માટે એફએસએલ અને સાયન્ટીફીક રીતે પોલીસ તપાસ હાથ ધરશે. તેમજ મૃતક મહિલા તેમજ ચોટીલા ખાતેથી જેનો મૃતદેહ મળ્યો છે તે મુન્ના વચ્ચે શું સંબંધ હતો અને જો આ હત્યા છે તો તેનુ શું કારણ છે છે સહિતની દિશાઓમાં તપાસ કરાશે તેમજ ચોટીલા ખાતેથી મુન્નાને જે મૃતદેહ મળી આવ્યો, તે અંગે સુરેન્દ્રનગર પોલીસ તપાસ કરી રહી છે તેવું પોરબંદર સીટી ડીવાયએસપીએ જણાવ્યું હતું. 

પોરબંદરમાં ગુમ થયેલ મહિલાનો મૃતદેહ પાડોશના ઘરમાંથી મળી આવ્યો અને જે પાડોશીના ઘરમાંથી આ મૃતદેહ મળી આવ્યો તે વ્યક્તિનો મૃતદેહ ચોટીલા કારમાંથી મળી આવવો ત્યારે પ્રાથમિક અનુમાન મુજબ તો આરોપી ત્રિકમ ચાવડાએ પ્રથમ પોતાના ઘરમાં મહિલાની કોઈ કારણસર હત્યા કરી ત્યાર બાદ પોતે પણ ચોટીલા ખાતે આત્મહત્યા કરી હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જોકે સાચી હકીકત તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે કે બનાવ હત્યા છે કે આત્મહત્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news