પાલનપુરના કોઝી વિસ્તારમાં ધોળા દિવસે યુવકની હત્યા, પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીને ઝડપ્યા
ગઈકાલે પાલનપુર કોઝી વિસ્તારમાં ધોળે દિવસે જ ખુની ખેલ ખેલાયો હતો. કોઝી વિસ્તારની એક હોસ્પીટલમાં જમાઈના ખબર અંતર પૂછવા આવેલા યુવકની ધોળે દિવસે જ ચકુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ પાલનપુરના કોઝી વિસ્તારમાં ધોળાદિવસે એક યુવકની જાહેરમાં હત્યા થતાં સનસનાટી મચી જવા પામી હતી. જોકે પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પાલનપુરના કોઝી વિસ્તારમાં કૌટુંબિક બાબતમાં ધોળે દિવસે યુવકને ચાકુના ઘા ઝીંકી ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. જો કે સમગ્ર મામાલાની જાણ પોલીસને થતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગઈકાલે પાલનપુર કોઝી વિસ્તારમાં ધોળે દિવસે જ ખુની ખેલ ખેલાયો હતો. કોઝી વિસ્તારની એક હોસ્પીટલમાં જમાઈના ખબર અંતર પૂછવા આવેલા યુવકની ધોળે દિવસે જ ચકુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. સમગ્ર મામલની જાણ પોલીસને થતા પોલીસે એક મહિલા સહીત બે શખ્સઓની અટકાયત કરી દીધી છે. પાલનપુરના કોઝી વિસ્તારમાં ગઇકાલે પાલનપુરના લુણવા ગામે રહેતા ગોપાલભાઈ વેડું નામનો યુવક પોતાના દીકરા સાથે જમાઈના ખબર અંતર પૂછવા આવ્યા હતા.
આ પણ વાંચોઃ દ્વારકા ડ્રગ્સ કેસ : મુંબઈના કારા ભાઈઓએ મંગાવ્યુ હતુ ડ્રગ્સ, બીજા 47 પેકેટ ડ્રગ્સથી આંકડો વધી શકે છે
તે બાદ કોઝીના જીઆઈડીસી વિસ્તારના માર્ગ પર એક દુકાનના ઓટલા પર ઉભા હતા. તે સમયે આવેલા ત્રણ લોકોએ યુવકને ચાકુના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જોકે ભરબજારે હત્યાની ઘટનાને લઇ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. અને ઘટનાની જાણ પોલીસને થતાં પાલમપુર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી હતી.
પાલનપુર પશ્ચિમ પોલીસે મૃતકની લાશને સિવિલ હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજેન્સને આધારે તપાસ હાથ ધરી યુવકની હત્યા કરનારા એક મહિલા સહિત બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓને હત્યા કરવા પાછળનું કારણ અંગે પૂછપરછ કરતા મૃતકની અન્ય દીકરીના અગાઉ થયેલ લગ્નના છૂટાછેડા કરાવવા મામલે અદાવત રાખી પૂર્વ વેવણ, વેવાઈ તેમજ જમાઈએ જ સાથે મળી હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે સમગ્ર મામલે હત્યા કરનારા પૂર્વ જમાઈ માધવ પરથીભાઈ વેડુ, પૂર્વ વેવાઈ પરથી અમરતભાઈ વેડુ તેમજ વેવાણ મધુબેન પરથીભાઈ વેડુંને દબોચી જેલના સળીયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે