PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Surya Ghar Yojana Registration: 1 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000 ની સબસીડી, 2 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000 ની સબસીડી, 3 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000 ની સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આ યોજનામાં એક કરોડ લોકો જોડાયા ચે.
Trending Photos
PM Surya Ghar: Muft Bijli Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.13 ફેબ્રુઆરી 2024ના રોજ ફી ઇલેકટ્રીકસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે. જેમા ભારતના કુલ 1 કરોડ ઘરોમાં રૂ.78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનુ આયોજન કેંદ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને પી.એમ. સૂર્ય ઘર : મફત વીજળી યોજનાનો લાભ મળશે. સાથોસાથ મધ્ય ગુજરાતના 5 લાખ ઘરો પી.એમ સૂર્ય ઘર યોજનામાં આવરી લેવામા આવશે. આ યોજનાના આજે પીએમ મોદીએ વખાણ કર્યા છે.
Outstanding news!
In about a month since it was launched, over 1 crore households have already registered themselves for the PM-Surya Ghar: Muft Bijli Yojana.
Registrations have been pouring in from all parts of the nation. Assam, Bihar, Gujarat, Maharashtra, Odisha, Tamil…
— Narendra Modi (@narendramodi) March 16, 2024
Solar Panel: સોલાર પેનલ કેટલા વર્ષમાં થાય છે ખરાબ, સર્વિસિંગમાં ખર્ચ કેટલો?
PM Surya Ghar: મફત વિજળી યોજનામાં આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી, જાણી લો પ્રોસેસ
રહેણાક મકાનો માટે પી.એમ.સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર દ્વારા સબસીડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000 ની સબસીડી, 2 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000 ની સબસીડી, 3 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000 ની સબસીડી, અને 3 કિ.લો વોટ અથવા તેના કરતા વધારે રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000 ની સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. પી.એમ.સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા ઇચ્છ્તા લોકો માટે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.
કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી, ઘઉં અને ચોખાને લઇને બદલાઇ જશે જૂના નિયમ
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ
- રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં https://pmsuryaghar.gov.in/ ટાઇપ કરી લોગઇન કરવું.
- ત્યારબાદ કનઝ્યુમર લોગઇન પર ક્લિક કરવુ અને રજીસ્ટ્રેશન કરવું.
- રજીસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.
- જેમાં રાજ્યનું નામ તેના જિલ્લાનું નામ, વીજળી કંપનીનુ નામ દા.ત. એમ.જી.વી.સી.એલ લખી પોતાનો ગ્રાહક નંબર લખી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનુ રહેશે.
- ત્યારબાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી લખવાનો રહેશે.
- ત્યારબાદ ગ્રાહકે પોતાનું ઇમેઇલ આઇ.ડી. લખી કેપચા કોડ ભરી સબમીટ બટન પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ એસ.એમ.એસ દ્વારા આપને જાણ કરવામા આવશે.
Onion Price: તૈયાર રહેજો!!! ફરી રડાવશે ડુંગળી, માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ વધશે
હત્યા કે સામૂહિક આત્મહત્યા? એક જ પરિવારના 16 લોકોના મોતથી ખળભળાટ
એમજીવીસીએલ હેઠળ જાન્યુઆરી-24 સુધીમાં 703 મેગાવોટની ક્ષમતાવાળા કુલ 1.35 લાખ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. . જે દર વર્ષે 8.787 લાખ ટન કાર્બન-ડાયોકસાઇડ ઉત્સર્જનમાં મદદ કરે છે. જે 351 લાખ વૃક્ષો ઉગાડવા સમાન છે. સોલાર રૂફ ટોપ પ્લાન્ટ પરંપરાગત ઉર્જા સ્ત્રોતનું પણ સંરક્ષણ કરે છે. સોલાર રૂફ ટોપ પ્લાન્ટ એ નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપની નવી તક છે. સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડવાથી વીજળીના બીલમાં વર્ષે 30-35 %નો લાભ મળે છે.
17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ,પાણીની માફક ખર્ચ્યા રૂપિયા
Senior Citizen થઇ જાવ ટેન્શન ફ્રી, SBI ની આ ધાંસૂ સ્કીમ ઘરેબેઠાં આપશે પૈસા
સોલર રૂફટોપ પ્લાન્ટ લગાડવાથી નાગરિકોને અનેક લાભ મળશે. મળશે.જેમાં વીજળીના બિલમાં ઘટાડો, પર્યાવરણીય લાભો, ઊર્જા સ્વતંત્રતા. સોલાર પ્લાન્ટની ઓછામાં ઓછી જાળવણી, વીજળીની બચત, તેમજ રોજગારીની નવી તકો ઉભી થશે.
Oppo અને OnePlus યૂઝર્સ માટે મોટા સમાચાર, આ સ્માર્ટફોનને મળ્યા 100થી વધુ નવા AI ફીચર
બજરંગબલીની મૂર્તિ પર કેમ લગાવામાં આવે છે તેલ અને સિંદૂર, જાણો મહત્વ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે