આવી ગઈ રે...ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ વિભાગમાં ટૂંક સમયમાં કરશે મોટી ભરતી!

Government Job: વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર ગુજરાતમાં અનેક જગ્યાઓ ખાલી પડેલી છે. હાલ રાજ્યમાં 649 જગ્યાઓ ભરાયેલી છે અને ખાલી પડેલી જગ્યાઓમાં સરકાર ભરતી કરીને સત્વરે નવા માણસોની નિમણૂક કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. 

આવી ગઈ રે...ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ વિભાગમાં ટૂંક સમયમાં કરશે મોટી ભરતી!

Gujarat Government Job: ગુજરાતમાં જો સૌથી મોટો મુદ્દો હોય તો તે છે બેરોજગારી...યુવાનો હંમેશા સરકારી ભરતીઓ માટે પોતાની જાતને તૈયાર કરીને રાખતા હોય છે. જેથી સરકારી નોકરીઓની જાહેરાત બાદ તેમના કિસ્મત ચમકી શકે. આ વાતો વચ્ચે શિક્ષણ વિભાગમાં આવી જ એક મોટી ભરતી આવી રહી છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે.

શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે.

વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧-૨ ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧  અને વર્ગ-૨ ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news