કોંગ્રેસવાળા ગાંધીજીને ભૂલી ગયા, તેમના વિચારોને જ કચડી નાંખ્યા : બાવળામાં પીએમ

Gujarat Elections 2022 : પાલનપુર, દહેગામ, અરવલ્લીમાં સભા સંબોધન કરીને તેઓ અમદાવાદના બાવળામાં પહોંચ્યા 
 

કોંગ્રેસવાળા ગાંધીજીને ભૂલી ગયા, તેમના વિચારોને જ કચડી નાંખ્યા : બાવળામાં પીએમ

Gujarat Elections 2022 : વિધાનસભાની ચૂંટણીના એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ પ્રધાનમંત્રી ફરી બે દિવસના મિશન પ્રચાર પર નીકળ્યા છે. વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી ભાજપ માટે મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. આજે ગુરુવારે સવારથી ફરીથી તેમણે પ્રચારનો પ્રારંભ કર્યો છે. ગુરુવારે તેઓ પાલનપુર, દહેગામ, અરવલ્લીમાં સભા સંબોધન કરીને તેઓ અમદાવાદના બાવળામાં પહોંચ્યા હતા. 
 
- બાવળા આવવાનુ નક્કી થયુ ત્યારે વિચાર આવ્યો અને પ્રથમ વાર એવુ બન્યુ કે લીલા બાના દર્શન ન થયા. તેમનુ જીવન શિક્ષણ પ્રત્યે સમર્પિત. 104 વર્ષના માણેક બાએ આવીને આશીર્વાદ આપ્યા. માણેક બાએ લીલા બાની ખોટ ન સરવા દીધી. માતાઓના આશીર્વાદ એજ આપણી શક્તિ અને પુંજી

- કેટલાક દિવસોથી ગુજરાતના જુદા જુદા ખૂણે ગયો છે. આ વખતે વાતાવરણ મેં જોયું, આખો ચૂંટણીનો દોર જનતા જનાર્દને પોતાના હાથમાં લીધો છે. 

- અમદાવાદથી નિકટનો પંથક એટલે ગામડાની ઓળખ. છેલ્લા એક દશકાએ આ વિસ્તારની શકલ સુરત બદલાઈ ગઈ છે. આ વિસ્તાર શહેરી કરણ તરફ આગળ વધી રહ્યો છે. મહાત્મા ગાંધી કહેતા કે ભારતનો આત્મા ગામડામાં રહે છે. પણ કોંગ્રેસે તો ગાંધીજીના વિચારોનેજ કચડી નાંખ્યા. કોંગ્રેસની નિતિના કારણે શહેર અને ગામડા વચ્ચે ખાઇ વધતી ગઈ
- કોંગ્રેસના શાસનમાં ધોલેરાનુ કોઇ નામ ન લેતુ. જમીનોના કોઇ ભાવમોલ ન હતા. આજે જમીનના ભાવ આસમાને છે
- સાણંદના ખેડૂતો નોટો ગણવા માટે મશીન લવ્યા હતા. કોથળામાં રૂપિયા ભરી રીક્ષામાં બેસી ચાર બંગડીવાળી ગાડી લેવા જતા
- હવે  4 લાખ મેટ્રિકટન કરતા વધુ ધાનનું ઉત્પન્ન થવા લાગ્યું
- રાઈસ મિલની સંખ્યા રાજ્યમાં 400 જેમાં 100 તો બાવળામાં છે. આ પંથકમાં અમે દોઢ લાખ પરિવારને ઘર આપ્યા
- ૪૦૦૦ કરોડના ખર્ચે મકાન બન્યા નાના મોટા રોજગારને વેગ મળ્યો. ખેડૂતોના ખાતામાં ૪૫૦ કરોડ જમા કર્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news