વિધાનસભાની વાતઃ સાડીઓના શહેર જેતપુરમાં આ વખતે કોનો ચાલશે જાદુ? મતદારો પરિવારને પસંદ કરશે કે પક્ષ?

Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ જેતપુર વિધાનસભા બેઠક પર 2 લાખ 52 હજાર 718 મતદારો છે. જેમાંથી 1 લાખ 19 હજાર 815 મહિલા મતદારો છે. જ્યારે 1 લાખ 32 હજાર 901 મહિલા મતદારો છે. આ બેઠક પર લેઉઆ પટેલ સમાજની વસ્તિ સૌથી વધારે છે.  આ સાથે દલિત, લઘુમતિ અને કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે. જેતપુર વિધાનસભા બેઠક પર 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.

વિધાનસભાની વાતઃ સાડીઓના શહેર જેતપુરમાં આ વખતે કોનો ચાલશે જાદુ? મતદારો પરિવારને પસંદ કરશે કે પક્ષ?

Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ આજે પણ જેતપુરનો સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગનો ઉદ્યોગ વિખ્યાત છે. છેલ્લી ત્રણ ચૂંટણીથી અહીં જયેશ રાદડિયા જીતતા આવે છે. સાડી ઉદ્યોગના કારણે જાણીતું જેતપુર અનોખો મિજાજ ધરાવે છે. એક સમયે જેતપુરને મિનિ દુબઈ કહેવામાં આવતું હતું. આજે પણ જેતપુરનો સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગનો ઉદ્યોગ વિખ્યાત છે. છેલ્લી ત્રણ ચૂંટણીથી અહીં જયેશ રાદડિયા જીતતા આવે છે. જેઓ સ્વર્ગસ્થ સહકારી નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાને જ ટિકિટ આપી તેમના પર ફરી વિશ્વાસ મુક્યો છે.

શું છે જેતપુરના સમીકરણો?
જેતપુર વિધાનસભા બેઠક પર 2 લાખ 52 હજાર 718 મતદારો છે. જેમાંથી 1 લાખ 19 હજાર 815 મહિલા મતદારો છે. જ્યારે 1 લાખ 32 હજાર 901 મહિલા મતદારો છે. આ બેઠક પર લેઉઆ પટેલ સમાજની વસ્તિ સૌથી વધારે છે.  આ સાથે દલિત, લઘુમતિ અને કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે. જેતપુર વિધાનસભા બેઠક પર 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.

 

શું છે બેઠકનો ઈતિહાસ?
વર્ષ                 વિજેતા ઉમેદવાર                     પક્ષ
2017        જયેશભાઇ રાદડીયા                       ભાજપ
2013 (પેટા ચૂંટણી)    જયેશભાઇ રાદડીયા        ભાજપ
2012        જયેશભાઇ રાદડીયા                       કોંગ્રેસ
2007        જશુબેન કોરાટ                              ભાજપ
2002        જશુબેન કોરાટ                              ભાજપ
1999(પેટા ચૂંટણી)    જશુબેન કોરાટ                ભાજપ
1998        સવજીભાઈ કોરાટ                          ભાજપ

2022માં શું થશે?
જેતપુર વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે. જયેશ રાદડિયા અહીંથી કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા હતા. પરંતુ બાદમાં તેમણે પક્ષ પલટો કર્યો અને ભાજપની ટિકિટ પર લડ્યા અને જીત્યા. બાદમાં તેમને કેબિનેટમાં પણ સ્થાન મળ્યું હતું. આ વખતે જેતપુર બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસે દીપક વેકરિયા તો આમ આદમી પાર્ટીએ રોહિત ભૂવાને મેદાનમાં ઉતાર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news