PM મોદીની સાઉદીની મુલાકાત અને હવે મોરબીમાં ઉગશે સોનાનો સુરજ...
Trending Photos
મોરબી : શહેરની સિરામિક પ્રોડક્ટ ઉપર યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગતી હતી. જેથી ચાઈનાની સિરમાઈક પ્રોડક્ટ કરતાં મોરબીની સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ જતી હતી. જો કે, કેન્દ્ર સરકારની દરમ્યાનગીરીના લીધે હાલમાં યુએઇમાં જે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગતી હતી તેને હટાવવામાં આવી છે. જેથી કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ કે જે હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેને યુએઇનું માર્કેટ પણ મળશે.
મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ જેટલા નાનામોટા કારખાના આવેલા છે. જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. જેથી કરીને સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે. જો કે, જીસીસીના છ દેશમાં સિરામિક ઉદ્યોગની કમર તૂટી જાય એવી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી હતી. ઉદ્યોગકારો હેરાન હતા અને તેને હટાવવાની માંગ કરતાં હતા. જે હાલમાં દૂર કરવામાં આવી છે. જેથી કરીને ઉદ્યોગકારોને ત્યાનું માર્કેટ સર કરવાની આશા બંધાણી છે.
દુનિયામાં આજે સિરામિકનો ઉદ્યોગ ભારતના મોરબી ઉપરાંત ચાઈના અને ઈટલીમાં છે. જો કે, ચાઈનાની અંદર આજની તારીખે નેચરલ ગેસ આસરે ૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે. મોરબીમાં ટેક્સ સાથે આજની તારીખે ૫૮ રૂપિયાથી વધુના ભાવથી ગેસ ઉદ્યોગકારોને સપ્લાય કરવામાં આવે છે ત્યારે ઇન્ટર નેશનલ માર્કેટમાં અહીના ઉદ્યોગકારોને ટકવું મુશ્કેલ વાણી ગયું છે. ઉદ્યોગકારોને તેના યુનિટ ચાલુ રાખવા માટે ઘણી આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સિરામિકના ઉત્પાદન માટે જો વૈકલ્પિક ફ્યુલની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તો અહીના ઉદ્યોગને બળ મળે તેવી શકયતા છે. હાલમાં ગેસ ઉપરાંત અન્ય રીમટિરિયલ્સના ભાવમાં વધારો થયો હોવાથી સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત વધી રહી છે. જેથી મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી અને એક્સપોર્ટ ઘટ્યું છે ત્યારે યુએઇમાંથી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી દૂર કરવામાં આવી છે. જેથી ત્યાં ડિમાન્ડ વધશે તેવી અહીના ઉદ્યોગકારોને અપેક્ષા છે.
સાઉદી અરેબિયા ભારતના સિરામિક માટે સૌથી મોટું માર્કેટ છે અને ત્યાં છેલ્લા ઘણા સમયથી ચાઈના કરતા ભારતની ટાઈલ્સ ઉપર બમણી કરતાં પણ વધુ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવામાં આવી હતી. જેથી કરીને આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી હતી તેવામાં તાજેતરમાં ફોરેન ટ્રેડના જે કરાર કરવામાં આવેલ છે જેમાં સિરામિક ટાઇલ્સનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીની સિરામિક ટાઇલ્સ ચાઈના કરતાં ત્યાં સસ્તી થશે જેથી કરીને ભારતના ઉદ્યોગકારો ચાઈનાને ત્યાં ટક્કર મારી શકશે વધુમાં પ્રમુખે જણાવ્યુ હતું કે, જીસીસીના છ દેશ છે જેમાથી કતાર, કુવેત અને ઓમાનમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લેવામાં આવી રહી ન હતી અને યુએઇ, સાઉદી અરેબિયા અને બહેરીનમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લેવામાં આવી રહી હતી તેમાંથી યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી હાલમાં ભારત સરકારની દરમ્યાનગીરીથી યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી દૂર થયેલ છે જેથી હાલમાં અહીના ઉદ્યોગકારોને ઑક્સીજન મળી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે