PM મોદીએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર નિરીક્ષણ કર્યું, શિક્ષકો સાથે ઈ-સંવાદ શરૂ

પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમમાં હાજરી આપશે અને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે. 

PM મોદીએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર નિરીક્ષણ કર્યું, શિક્ષકો સાથે ઈ-સંવાદ શરૂ

ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમમાં હાજરી આપશે અને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે. આજે સાંજે 5.30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયા હતા.

અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા બાદ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શિક્ષકો સાથે ઈ-સંવાદ કર્યો હતો. પીએમ મોદી દ્વારા ટેકનોલોજીથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો તે અંગે વિદ્યાર્થી અને શિક્ષકોને સવાલ પુછવામાં આવ્યા હતા. મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

દેશમાં માત્ર ગુજરાતથી દરેક સરકારી શાળાઓમાં શિક્ષકો અને બાળકોનું સીધું મોનીટરીંગ અને માર્ગદર્શન કરવાને માટે "કમાન્ડ એન્ડ કન્ટ્રોલ એજ્યુકેશન સેન્ટર ફોર સ્કૂલ"નું વર્ચ્યુઅલ માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમના દ્વારા વિદ્યાર્થી અને શાળાના શિક્ષક સાથે સીધો સંવાદ કર્યો હતો..

ગુજરાત રાજ્યના તાપી, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં વિધાર્થી અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી દ્વારા શિક્ષણ વિશે વાતો કરી હતી. શિક્ષણ ક્ષેત્રે આવતા પડકારો અને નવી શિક્ષણ પદ્ધતિ અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓના મંતવ્યો જાણ્યા હતા. આજે પ્રધાનમંત્રી એ તાપી જિલ્લાનાં છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યા મંદિરની બાળાઓ અને શિક્ષકો સાથે સીધી વાતો કરતા તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શિક્ષક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીનો Live સંવાદ

પીએમ મોદી ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરીને પછી વાલીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કર્યો હતો. ત્યારબાદ ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું..

— PMO India (@PMOIndia) April 18, 2022

મહત્વનું છે કે,  પ્રધાનમંત્રીના આગમન સમયે ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી સમર્થકો એકઠા થયા હતા. રોડની બન્ને તરફ રેલિંગ બાંધવામાં આવી હતી. પ્રધાનમંત્રી પોતાના કાફલામાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.

ત્રણ દિવસનો પીએમનો ગુજરાત પ્રવાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. દેશમાં સૌથી વધારે દૂધ એકઠું કરતી બનાસ ડેરીનો આ પ્લાન પશુપાલકો માટે ખુબ જ મહત્વનો બની રહેવાનો છે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે. પશુપાલન સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયેલી હોય છે. જેના કારણે પ્રધાનમંત્રી મોટી સંખ્યામાં બહેનોને સંબોધન કરશે. 

આ સિવાય દાહોદમાં ઝાડયસ હોસ્પિટલની લોકાર્પણ કરશે. 250 ખર્ચે તૈયાર થયેલી 750 પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે પ્રધાનમંત્રી મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ હોસ્પિટલ કાર્યરત જતાં આદિવાસી જિલ્લામાં હવે વધુ સારવાર માટે અમદાવાદ કે વડોદરાના ધક્કા નહીં ખાવા પડે. પોતાના જ જિલ્લામાં આરોગ્યની તમામ સારવાર મળી રહેશે. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. 

ઉલ્લેખનીય છે કે, PM મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. પ્રધાનમંત્રીના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news