આજથી પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, કરશે ઝંઝાવતી પ્રચાર

લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ હવે ગુજરાતની તમામ સીટો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત જણાતી લોકસભા સીટો પર ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓનું આયોજન કર્યું છે. માટે પીએમ મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં જાહેર સ્થળોએ સભાઓ ગજવી ભાજપના ઉમેદવારો માટે મતદાન કરવા માટે લોકોને અપીલ કરશે.

આજથી પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, કરશે ઝંઝાવતી પ્રચાર

અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ હવે ગુજરાતની તમામ સીટો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત જણાતી લોકસભા સીટો પર ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓનું આયોજન કર્યું છે. માટે પીએમ મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં જાહેર સ્થળોએ સભાઓ ગજવી ભાજપના ઉમેદવારો માટે મતદાન કરવા માટે લોકોને અપીલ કરશે.  

ગુજરાતની 26 બેઠકો પર જીતના લક્ષ્યાંક સાથે થશે પીએમની સભાઓ
પીએમ મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રચારે આવશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં પીએમનો ઝંઝાવાતી પ્રચાર કરીને ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. ભાજપ તમામ 26 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધશે. આજે બપોરેના સમયે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી હેલિકોપ્ટર મારફત હિંમતનગર જવા રવાના થશે અને સભાને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 એપ્રિલે આવશે અમદાવાદ, જાણો કારણ

ઉત્તર ગુજરાતની તમામ બેઠકો જીતવા ભાજપે કમરકસી
હિંમતનગરમાં સભા કર્યા બાદ પીએમ સાબરકાંઠા બેઠક માટે મત માંગશે. ઉત્તર ગુજરાતમાં ભાજપે તમામ 4 બેઠકો જીતવા કમર કસી છે. જેના માટે ટૂંકાગાળામાં પીએમની 2 સભાઓનું ઉત્તર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સુરેન્દ્રનગર પહોચશે. જ્યાં તેઓ સુરેન્દ્રનગર લોકસભા માટે પ્રચાર કરશે. સુરેન્દ્રનગરની સભા કર્યા બાદ પીએમ મોદી મોડી સાંજે આણંદમાં જનસભાને સંબોધન કરશે. આણંદ અને ખેડા લોકસભાના ઉમેદવારો માટે વલ્લભ વિદ્યાનગર ખાતે સભા સંબોધશે.

પીએમની આંધી પહેલા હિંમતનગરમાં આકાશી આંધી, સભા મંડપ ધરાશાયી

કોંગ્રેસના ગઢ અમરેલીમાં પીએમ કરશો સંબોધન 
કોંગ્રેસની મજબૂતી વાળી બેઠકો પર પીએમ મોદીની સભાઓ ગોઠવવામાં આવી છે. કોંગ્રેસ આણંદ અને સુરેન્દ્રનગર બેઠક જીતવા માટે આશ્વાસ્ત છે ત્યારે પીએમની સભાઓ ત્યાં થઇ રહી છે. જ્યારે બીજા દિવસે એટલે કે 18મીએ સવારે પીએમ મોદી અમરેલી ખાતે જનસભાને સંબોધન કરશે. જ્યાં કોંગ્રેસ તરફથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં છે . ગઇકાલે જ પરેશ ધાનાણીના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જંગી સભા સંબોધી હતી. ત્યારે પીએમની આ મુલાકાતથી સૌરાષ્ટ્રમાં ચૂંટણીપ્રચાર રસપ્રદ બનશે. પીએમ મોદી આવતીકાલે રાત્રીરોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે.

પીએમ મોદીનો કાર્યક્રમ

modi-karyakaram.jpg

મતદાનના દિવસે પણ પીએમ આવશે ગુજરાત 
ત્યારે મહત્વનું છે, કે 23મી એપ્રિલે પીએમ મોદી સવારે અમદાવાદ આવશે. અને તેમના મતદાનનો ઉપયોગ કરીને સવારે 7.30 કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. અને વહેલી સવારે મતદાન કરીને લોકોને ભારે મતદાન કરવા માટે પ્રેરિત કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news