PMનો બે દિવસ ગુજરાત પ્રવાસ: મોદી અમદાવાદ પહોંચ્યા, થોડીવારમાં રિવરફ્રન્ટ પહોંચશે

PM Modi In Gujarat :એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીના સ્વાગત અભિવાદ અને તેમના કાર્યક્રમની રૂપરેખા આપતા પોસ્ટર લાગ્યા છે. પ્રધાનમંત્રી એરપોર્ટ પર પહોંચશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમનું સ્વાગત કરશે.

PMનો બે દિવસ ગુજરાત પ્રવાસ: મોદી અમદાવાદ પહોંચ્યા, થોડીવારમાં રિવરફ્રન્ટ પહોંચશે

PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ બપોરે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં હાજરી આપશે. સાબરમતી નદી પર બનેલા અટલ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. અમદાવાદ એરપોર્ટ પર જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તથા અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી. હાલ સી.આર. પાટીલ અને જગદીશ પંચાલ બંને એરપોર્ટથી રિવરફ્રન્ટ રવાના થયા છે.

થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી રિવરફ્રન્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી રિવરફ્રન્ટ પહોંચશે. જ્યાં અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યાં 7500 ચરખાથી મહિલાઓ વણાંટનું કામ કરશે.

એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીના સ્વાગત અભિવાદ અને તેમના કાર્યક્રમની રૂપરેખા આપતા પોસ્ટર લાગ્યા છે. પ્રધાનમંત્રી એરપોર્ટ પર પહોંચશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમનું સ્વાગત કરશે. જાણવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 વાગ્યા સુધી એરપોર્ટ પર જ રોકાશે. એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય અગ્રણીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ચીફ સેક્રેટરી કે કૈલાસનાથન પણ હાજર રહી શકે છે. અહીં એરપોર્ટ પર આગામી વિધાનસભા ચૂંટણીને લઇ મહત્વની ચર્ચા થઇ શકે છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે ખાદી ઉત્સવનો અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપશે. અહીં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. અહીં પીએમ મોદી ખાદી-કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે. ત્યારબાદ તેઓ રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા અટલ બ્રિજનું લોકાર્પણ કરશે. PM મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. ત્યાર બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 

મહત્વનું છે કે, 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. તેઓ 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે. જેના લીધે કેનાલથી 948 ગામ અને 10 શહેરને પાણીનો લાભ મળશે. આ સિવાય 28 ઓગસ્ટના રોજ તેઓ ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તેઓ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news