PM Modi LIVE: કમલમમાં PM મોદી અને અમિત શાહનું મંથન! પ્રધાનમંત્રી બેઠક પૂર્ણ કરી રાજભવન જવા રવાના

Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવાના છે. પીએમ મોદી ટૂંક સમયમાં જ ગાંધીનગર કમલમ પહોંચશે.

PM Modi LIVE: કમલમમાં PM મોદી અને અમિત શાહનું મંથન! પ્રધાનમંત્રી બેઠક પૂર્ણ કરી રાજભવન જવા રવાના

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો માટે આવતીકાલે સોમવારે મતદાન યોજવાનું છે, ત્યારે PM મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યારબાદ પીએમ મોદી કમલમમાં પહોંચ્યા હતા. કમલમમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના હોદ્દેદારો બેઠકમાં હાજર હતા. અંદાજે 30 મિનિટથી પણ વધુ સમય સુધી બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી મોદી કમલમમાં બેઠક પૂર્ણ કરીને  રાજભવન જવા રવાના થયા છે. જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવાના છે. પીએમ મોદી ટૂંક સમયમાં જ ગાંધીનગર કમલમ પહોંચશે. તે પહેલાં માતા હીરાબાની રાયસણમાં મુલાકાત લીધી હતી. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે ચાની ચૂસ્કી ભરીને કમલમ રવાના થયા હતા. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ સાથે તેમની મહત્વની બેઠક યોજાશે.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ રાણીપ નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news