PM મોદી કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી, ગુજરાતની ધરતીથી PAKને આપ્યો આ મેસેજ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય એક્તા દિવસના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ હેઠળ તેમણે સરકાર વલ્લભભાઈ પટેલની જયંતી પર કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદારસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.આ સાથે લેવડાવ્યા એકતાના શપથ

PM મોદી કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી, ગુજરાતની ધરતીથી PAKને આપ્યો આ મેસેજ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય એક્તા દિવસના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ હેઠળ તેમણે સરકાર વલ્લભભાઈ પટેલની જયંતી પર કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદારસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.આ સાથે લેવડાવ્યા એકતાના શપથ. પીએમ મોદીએ કહ્યું, નીતિ અને નિયતમાં એકતા જ અમારી પ્રાણશક્તિ..

લેવડાવ્યા શપથ
પીએમ મોદી સવારે 7.15 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યા અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે તેમણે નર્મદાના કેવડિયામાં રાષ્ટ્રીય શપથ લેવડાવ્યા કે હું પ્રતિજ્ઞાપૂર્વક શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો પણ કરીશ. હું મારા દેશની એકતાની ભાવનાથી આ શપથ લઈ રહ્યો છું જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.'

— Zee 24 Kalak (@Zee24Kalak) October 31, 2024

શપથ ગ્રહણ બાદ એક્તા પરેડની શરૂઆત થઈ. આ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસના જવાન, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓ, એનસીસી કેડેટ્સ અને 16 માર્ચિંગ ટુકડીઓ સાથે એક માર્ચિંગ બેન્ડ સામેલ હતા. આ પરેડનું આકર્ષણ વધારવા માટે NSG ની હેલ માર્ચ ટુકડી, બીએસએફ અને સીઆરપીએફના મહિલા અને પુરુષ બાઈકર્સની રેલી, બીએસએફના જવાનોનું માર્શલ આર્ટ પ્રદર્શન, શાળાના બચાળકોના પાઈપ બેન્ડ શો અને ભારતીય વાયુસેનાનું સૂર્યકિરણ ફ્લાઈપાસ્ટ જેવા શાનદાર કાર્યક્રમ પણ સામેલ કરાયા. 

કર્યું સંબોધન
પીએમ મોદીએ આ અસરે સંબોધન કરતા પાડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદીઓના આકાઓને ચેતવણી આપી. તેમણે કહ્યું કે આતંકવાદીઓના આકાઓને હવે ખબર છે કે ભારતને નુકસાન પહોંચાડ્યું તો ભારત તેમને છોડશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે પૂર્વોત્તરે અનેક પડકારોનો સામનો કર્યો પરંતુ અમે સંવાદ, વિશ્વાસ અને વિકાસ દ્વારા અલગાવની આગને શાંત પાડી છે. છેલ્લા 10 વર્ષમાં અથાગ પ્રયત્નોથી આજે નક્સલવાદ પણ ભારતમાં અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. 

અર્બન નક્સલીઓને પહોંચી વળવું પડશે
પીએમ મોદીએ ગુજરાતની ધરતીથી કહ્યું કે ભારતની અંદર અને બહારની કેટલીક તાકાતો દેશને અસ્થિર કરવાનું કામ કરી રહી છે. જંગલોમાં નક્સલવાદ ખતમ થઈ રહ્યો છે, અર્બન નક્સલ પોતાનું માથું ઉંચકી રહ્યો છે. આપણે અર્બન નક્સલીઓને ઓળખ કરીને તેમને બેનકાબ કરવાના છે. આજે અર્બન નક્સલીઓ એવા લોકોને પણ નિશાન બનાવે છે જે કહે છે કે જો  આપણે એકજૂથ રહીશું તો સુરક્ષિત રહીશું. 

આજનું ભારત
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણી સામે એક એવું ભારત છે જેની પાસે દ્રષ્ટિ પણ છે, દિશા પણ છે અને દ્રઢતા પણ છે. એક એવું ભારત જે સશક્ત પણ છે અને સમાવેશી પણ છે. જે સંવેદનશીલ છે અને સતર્ક પણ છે. જે વિનમ્ર છે અને વિક્સિત થવાની રાહ ઉપર પણ છે. જે શક્તિ અને શાંતિ બંનેનું મહત્વ જાણે છે. 

કચ્છમાં દિવાળી ઉજવશે
પીએમ મોદી આ વખતે પણ ભારતીય સેનાના સૈનિકો સાથે દિવાળી ઉજવશે. પીએમ મોદી કચ્છમાં ભારતીય સૈનિકોની સાથે દિવાળી સેલિબ્રેટ કરવા માટે વડોદરાથી  રવાના થઈ ગયા. તેઓ વડોદરાથી કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન પર ઉતરશે જ્યાંથી તેઓ જવાનો સાથે દિવાળી ઉજવશે. આ પ્રવાસ પીએમ મોદી માટે ખાસ છે કારણ કે પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતમાં જવાનો સાથે દિવાળીનો જશ્ન મનાવશે. આ અગાઉ જ્યારે પીએમ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news