PM MODI ના માતા હીરાબાનું નિધન: જાણો પરિવારમાં કોણ કોણ છે અને ક્યાં ક્યાં કરે છે કામ

પીએમ મોદીના પિતાના 5 ભાઈઓ: નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીના કુલ 5 ભાઈઓ હતા - નરસિંહ દાસ, નરોત્તમ દાસ, જગજીવન દાસ, જયંતિલાલ, કાંતિલાલ. જયંતિ લાલ શિક્ષક તરીકે નિવૃત્ત થયા. જયંતિ લાલની પુત્રી લીના બેનના પતિ વિસનગરમાં બસ કંડક્ટર હતા.

PM MODI ના માતા હીરાબાનું નિધન: જાણો પરિવારમાં કોણ કોણ છે અને ક્યાં ક્યાં કરે છે કામ

મહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું શુક્રવારે નિધન થયું છે. હીરા બા 100 વર્ષના હતા. હીરા બાએ ગુજરાતના અમદાવાદની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હીરા બાને મંગળવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદી પણ બુધવારે માતાને મળવા ગયા હતા. હીરા બા તેમના પુત્ર વડાપ્રધાન હોવા છતાં ખૂબ જ સાદું જીવન જીવતા હતા. પીએમ મોદીના બાકીના ભાઈ-બહેનો પણ હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. આવો જાણીએ પીએમ મોદીના પરિવારમાં કોણ કોણ છે અને બધા લોકો શું કરે છે.

પીએમ મોદીના પિતાના 5 ભાઈઓ: નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીના કુલ 5 ભાઈઓ હતા - નરસિંહ દાસ, નરોત્તમ દાસ, જગજીવન દાસ, જયંતિલાલ, કાંતિલાલ. જયંતિ લાલ શિક્ષક તરીકે નિવૃત્ત થયા. જયંતિ લાલની પુત્રી લીના બેનના પતિ વિસનગરમાં બસ કંડક્ટર હતા.

પીએમ મોદીની માતા હીરા બાના લગ્ન દામોદરદાસ મૂલચંદ મોદી સાથે થયા હતા. હીરાબેન અને દામોદરદાસ મોદીને 6 બાળકો હતા. જેમાં પીએમ મોદી ત્રીજા નંબર પર છે. હીરાબેનના અન્ય બાળકોમાં અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમાભાઈ મોદી અને પુત્રી વાસંતી બેન હસમુખલાલ મોદી છે.

વાસંતીબેન : વાસંતીબેન પીએમ મોદીના એકમાત્ર બહેન છે. વાસંતીબેનનો ઉલ્લેખ મીડિયામાં પણ ભાગ્યે જ થાય છે. વાસંતીબેનના પતિનું નામ હસમુખ ભાઈ छे. હસમુખભાઈ એલઆઈસીમાં હતા અને હીરા બાની જેમ વાસંતીબેન પણ ગૃહિણી છે. વાસંતીબેન 5 ભાઈઓ વચ્ચે એકમાત્ર બહેન છે.

આ પણ વાંચો:

સોમાભાઈ  મોદી : પીએમ મોદીના મોટા ભાઈનું નામ સોમાભાઈ મોદી છે. તેઓ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. હવે તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે અને સમાજ સેવા કરે છે.
 
અમૃત ભાઈ મોદી : મોદીના બીજા મોટા ભાઈનું નામ અમૃત ભાઈ મોદી છે. તે અમદાવાદમાં રહે છે. તેમની પત્નીનું નામ ચંદ્રકાન્તા બેન છે. અમૃત ભાઈ એક સમયે લેથ મશીન ઓપરેટર હતા. હવે તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ચાર રૂમના મકાનમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમનો પુત્ર સંજય, તેની પત્ની અને બાળકો તેની સાથે રહે છે. સંજય એક નાનો વ્યવસાય કરે છે અને તેના લેથ મશીન પર નાના ભાગો બનાવે છે.
 
નરેન્દ્ર મોદી : અમૃતભાઈ મોદી પછી ત્રીજા નંબરે પીએમ નરેન્દ્ર મોદી પોતે આવે છે. નરેન્દ્ર મોદી તેમના ભાઈઓ સોમાભાઈ અને અમૃતભાઈ કરતા નાના અને પ્રહલાદ ભાઈ અને પંકજભાઈ કરતા મોટા છે.

પ્રહલાદ મોદી : પીએમ મોદીના નાના ભાઈનું નામ પ્રહલાદભાઈ મોદી છે. તેઓ અમદાવાદમાં વાજબી ભાવની દુકાન ચલાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે ટાયરનો શોરૂમ પણ છે. પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબેન મોદીનું 2019માં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. હાલમાં જ પ્રહલાદ મોદીની કારનો અકસ્માત થયો છે. તે પરિવાર સાથે મૈસૂરથી બાંદીપોરા જઈ રહ્યા હતા. અકસ્માત સમયે પ્રહલાદ મોદી સાથે તેમનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર પણ કારમાં હતા. પ્રહલાદ મોદીની વાત કરીએ તો તેઓ હંમેશા રાજકારણથી દૂર રહ્યા છે, પરંતુ તેમણે પોતાને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખ્યા છે. તેઓ ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશન (AIFPSDF)ના ઉપાધ્યક્ષ છે અને તેમને રાશનના ઊંચા ભાવનો મુદ્દો અનેક પ્રસંગોએ ઉઠાવ્યો છે. એવું કહેવાય છે કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે પણ પ્રહલાદ તરફથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

પંકજભાઈ મોદી : મોદીના સૌથી નાના ભાઈનું નામ પંકજભાઈ છે. પંકજ ગાંધીનગરમાં રહે છે. તેમની પત્નીનું નામ સીતાબેન છે. પંકજ માહિતી વિભાગમાંથી નિવૃત્ત થયા છે. માતા હીરાબેન પંકજભાઈ સાથે રહેતા હતા.
 
ભરત ભાઈ મોદી : નરેન્દ્ર મોદીના કાકા નરસિંહ દાસ મોદીના પુત્ર ભરતભાઈ મોદી વડનગરથી 65 કિમી દૂર પેટ્રોલ પંપ પર કામ કરે છે. આ સિવાય નરેન્દ્ર મોદીના બાકીના પિતરાઈ ભાઈઓ પણ અલગ-અલગ કામોમાં લાગેલા છે.
 
પીએમ મોદી : પીએમ મોદીનો પરિવાર હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. જેના વખાણ કરતાં પીએમ મોદીએ એકવાર કહ્યું હતું કે મારો ભાઈ અને ભત્રીજો ખૂબ જ સાદું જીવન જીવે છે અને મારા પર એમણે ક્યારેય દબાણ લાવવાનો પ્રયાસ કર્યો નથી. આજની દુનિયામાં આ ખરેખર દુર્લભ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news