વ્યસ્તતામાંથી સમય કાઢીને પીએમ મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને મળ્યા, શેર કરી તસવીર

PM Modi Visit CM Son Anuj Patel : PM મોદીએ મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલના ખબર અંતર પૂછ્યાં, થોડા સમય પહેલાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો

વ્યસ્તતામાંથી સમય કાઢીને પીએમ મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને મળ્યા, શેર કરી તસવીર

Gujarat CM Bhupendra Patel Son : મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને થોડા સમય પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેના બાદ તેમને વધુ સારવાર અર્થે મુંબઇ શિફ્ટ કરાયા હતા. ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફર્યા હતા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ અનુજ પટેલના ખબરઅંતર જાણવા તેમને મળવા પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલ સાથેની તસવીર શેર કરી છે. 

ગઈકાલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે તેમણે મા અંબાના ધામમાં આર્શીવાદ લીધા હતા અને કરોડોના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેના બાદ તેઓ ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા. જોકે, આ વચ્ચે તેમણે સમય કાઢીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત અંગે ખબર અંતર પૂછ્યા હતા. અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્ર સાથે પીએમ મોદીની તસ્વીર ટ્વીટ કરી છે.

 

— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2023

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા 4 મહિના અગાઉ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર માટે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેઓ અત્યારે સ્વસ્થ છે. તેમણે થોડા સમય પહેલા જ અમદાવાદ લાવવામાં આવ્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓ કેવડિયા ખાતે એકતા દિવસની પરેડમાં પહોંચી ગયા છે. ત્યારે તે પહેલા ગાંધીનગરમાં રોકાણ દરમિયાન તેમણે પૂર્વ સાંસદ એકે પટેલે સાથે પણ મુલાકાત કરી. રાજભવન ખાતે એકે પટેલ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. 1984 મા ભાજપે બે લોકસભા સીટ જીતી હતી. તે બે સીટ પૈકી એક મહેસાણા સીટ પર એકે પટેલ જીત્યા હતા. એકે પટેલ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાસંદ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news