આજથી 2 દિવસ PM મોદી ગુજરાતના પ્રવાસે : ગાંધીનગરથી બે દિવસનું શિડ્યુલ જાહેર કરાયું
PM Modi Gujarat Visit : આજથી 2 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે... આવતી કાલે ગ્લોબલ ટ્રેડ શોનું તો 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટનું કરશે ઉદ્ઘાટન
Trending Photos
vibrant gujarat global summit 2024 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8-10 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે.
પીએમ મોદીનું બે દિવસનું શિડ્યુલ
9મી જાન્યુઆરીએ
સવારે 9:30 વાગ્યે, વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, ત્યારબાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. બપોરે 3 વાગ્યે તેઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
10મી જાન્યુઆરીએ
સવારે 9:45 કલાકે, વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. વડાપ્રધાન ત્યારબાદ ગિફ્ટ સિટીની યાત્રા કરશે જ્યાં સાંજે 5:15 વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે.
2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની કલ્પના કરવામાં આવી હતી, જે આજે સર્વસમાવેશક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે વ્યવસાયિક સહયોગ, જ્ઞાનની વહેંચણી અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થઈ છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાઈ રહી છે. તેની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે. સમિટની આ દસમી આવૃત્તિ "વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ સફળતાના શિખર તરીકે" ઉજવશે.
આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. વધુમાં, ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં રોકાણની તકો દર્શાવવા માટે કરશે.
આ સમિટ વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો જેમ કે ઉદ્યોગ 4.0, ટેક્નોલોજી અને ઇનોવેશન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબિલિટી તરફ સંક્રમણ જેવા વિષયો પર સેમિનાર અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વ કક્ષાની અત્યાધુનિક ટેક્નોલોજીમાંથી બનાવેલ ઉત્પાદનો પ્રદર્શિત કરશે. ઈ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, MSME, બ્લુ ઈકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે