Makar Sankranti 2024: 14 મીએ ઉત્તરાયણ બાદ ભૂલથી પણ આ કામ શરૂ કરી ન દેતા, કમુરતા ઉતરવાને લઈને બદલાયા ગ્રહો

Makar Sankranti 2024: આ વર્ષે મકર સંક્રાંતિની તિથિને લઈને લોકોના મનમાં ભારે અવઢવ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 મી જાન્યુઆરીએ ઉતરાયણ પર્વ મનાવી પતંગ ચગાવવામાં આવશે. પરંતુ તિથિ અનુસાર સૂર્યનું રાશિ પરિવર્તન રવિવારે મોડી રાત્રે 2.44 કલાકે થવાનું છે જેના કારણે કમુરતા ઉતરવાના ગ્રહો બદલી ગયા છે.

Makar Sankranti 2024: 14 મીએ ઉત્તરાયણ બાદ ભૂલથી પણ આ કામ શરૂ કરી ન દેતા, કમુરતા ઉતરવાને લઈને બદલાયા ગ્રહો

Makar Sankranti 2024: આ વર્ષે મકર સંક્રાંતિની તિથિને લઈને લોકોના મનમાં ભારે અવઢવ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 મી જાન્યુઆરીએ ઉતરાયણ પર્વ મનાવી પતંગ ચગાવવામાં આવશે. પરંતુ તિથિ અનુસાર સૂર્યનું રાશિ પરિવર્તન રવિવારે મોડી રાત્રે 2.44 કલાકે થવાનું છે જેના કારણે મકર સંક્રાંતિ નિમિત્તના દાન પુણ્ય 15 મી એ કરવા યોગ્ય ગણાશે. કારણ કે સૂર્યોદયની તિથિ અનુસાર 15 મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ થશે અને આ દિવસથી કમુરતા ઉતરશે. 

જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતોનો જણાવવું છે કે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી અને રવિવારે મોડી રાત્રે 2.44 કલાકે કરશે. તેથી સૂર્યોદયની તિથિ અનુસાર 15 મી જાન્યુઆરી અને સોમવારે મકર સંક્રાંતિ ગણાશે. સાથે જ મકર સંક્રાંતિ નિમિત્તના દાન પુણ્ય પણ 15 મી જાન્યુઆરીએ કરવા વધુ યોગ્ય રહેશે. 

મહત્વનું છે કે 15 ડિસેમ્બરે સાંજે સૂર્યદવે ધન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્ય જ્યારે ધન અને મીન રાશિમાં ભ્રમણ કરે ત્યારે શુભ કાર્ય થતા નથી આ સમયને કમુરતા કહેવાય છે. જ્યારે સૂર્ય આ બંને રાશિમાંથી નીકળી બીજી રાશિમાં ગોચર કરે છે તો કમુરતા ઉતરે છે. જે અનુસાર 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે સોમવારથી કમુરતા ઉતરશે અને શુભ કાર્યોની શરૂઆત થશે.

15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના શુભ ચોઘડિયા

શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના દિવસે દરેક વ્યક્તિએ પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ. આ સાથે જ બ્રાહ્મણ તેમજ સાધુ-સંતોને યથાશક્તિ દાન દક્ષિણા અને સીધો આપવો જોઈએ. આ વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તના દાન પુણ્ય કરવાના હોય તો પંચાંગ અનુસાર તેના શુભ મુહૂર્ત આ પ્રકારે રહેશે.

સવારે 7.15થી 8.34

9.52 થી 11.12

બપોરે 3.15 થી 5.45

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news