PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું, 'ગાય-ભેંસના દુધમાંથી જ આવક થતી હતી, હવે છાણમાંથી પણ થશે'

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીના એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ પ્રધાનમંત્રી ફરી બે દિવસના મિશન પ્રચાર પર નીકળ્યા, અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું, 'ગાય-ભેંસના દુધમાંથી જ આવક થતી હતી, હવે છાણમાંથી પણ થશે'

Gujarat Election 2022, અલ્પેશ રાવ, પાલનપુર: પ્રધાનમંત્રી મોદીના પ્રચંડ પ્રચારનો આજે બીજો દિવસ છે. ​પાલનપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. પાલનપુરમાં વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, સંસદ પરબત પટેલ, રાજ્યસભાના સંસદ દિનેશ અનાવાડીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત દાંતા, પાલનપુર, વડગામ, ડીસા અને ધાનેરાના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત છે. સભા સ્થળે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા છે.

પાલનપુરમાં પીએમ મોદી Live:

  • પીએમ મોદીએ કહ્યું, 2017ની ચૂંટણી તમને બધાને યાદ હશે અથવા ભૂલી ગયા છો. તમને એ યાદ હશે કે કેટલાય કમળ નહતા ખીલ્યા. એ વખતે ચૂંટણી સભાઓના છેલ્લા દિવસો હતા અને હું અહીં આવ્યો હતો મારો અવાજ ખરાબ હોવાથી હું એક શબ્દ પણ બોલી નહોતો શક્યો પણ તમે બહુ પ્રેમ આપ્યો હતો. અવસર ચૂંટણીનો છે પણ હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું કારણકે તમે વોટ તો ભાજપને જ આપવાના છે.

  • પીએમ મોદીએ કહ્યું,  તમને પસ્તાવો થતો હશે પણ હવે તમે આ વિસ્તારમાં કમળ ખિલાવવાનો નીર્ધાર કર્યો છે. હું હમણાં હમણાં બનાસકાંઠામાં બહુ વખત આવ્યો એટલે મને ખબર પડી વાતાવરણ વાવાઝોડા જેવું છે. આ ચૂંટણી ધારાસભ્યો કે સરકારી બનાવવાની નથી આ ચૂંટણી તો આગામી 25 વર્ષમાં પ્રગતિ થાય તેના માટે છે.

  • પીએમ મોદીએ કહ્યું, હું આજે પાલનપુરમાં આવ્યો છું તો મારું ધ્યાન પાંચ પ ઉપર જાય છે. પર્યટન ,પર્યાવરણ ,પાણી,પશુધન અને પોષણ... હું આ પાંચ જ મુદાને મારા દિલ દિમાગમાં મારા બનાસકાંઠા, મારા ગુજરાત અને ભારત માટે સીધી રેખાનો રોડ મેપ પડ્યો છે એ તમારા ધ્યાનમાં આવશે.

  • પીએમ મોદીએ કહ્યું, પર્યટનના કારણે દુનિયા ખુબજ નાની થઈ ગઇ છે. બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતમાં જ્યાં આટલું સરસ રણને આપણે તોરણ બનાવી દીધું છે ત્યાં વિકાસની કેટલી સંભાવના છે. ધરોઈ.માં અંબા અને હવે તો માં નડાબેટ નડેશ્વરી, રણ, પાટણની વાવ અને પેલી બાજુ કચ્છનું રણ... હમણાં ગબ્બર ઉપર લાઈટિંગ શો કર્યો... માં અંબાનું ધામ બદલી રહ્યું છે.

  • પીએમ મોદીએ કહ્યું, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર દુનિયા ભરના લોકો આવે છે તો મારા ધરોઈ ઉપર કેમ ન આવે. ધરોઈથી અંબાજી સુધી ઇકો ટુરિઝમ,યુવાનોને આકર્ષે તેવું પર્યટન 1100 કરોડના ખર્ચે કરવાનું કામ ભૂપેન્દ્રભાઈ એ કર્યું છે. પાટણની વાવની દુનિયામાં ગુંજ છે

  • પીએમ મોદીએ કહ્યું, 500 રૂમની હોટલ બનાવવી હોય તો 500 કરોડ જોઈએ પણ આપણે  સ્સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં 500 હોમ ટેક બનાવ્યા જેના કારણે ત્યાંના લોકોને રોજગારી મળવા માંડી છે.

  • પીએમ મોદીએ કહ્યું, આપણું ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. કચ્છ સુધીનો આખો પટ્ટો ગ્રીન હાઇડ્રોજન હબ બનશે. આવનાર દિવસોમાં તમારી ગાડીઓ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે. બનાસડેરીએ ગોબરગેસનો પ્લાન્ટ બનાવ્યો છે. તમારી વાહનોની અંદર બાયોફીલ હશે તેના કારણે પર્યાવરણની રક્ષા થશે અને તમારા વાહનની એનર્જી વધશે તો પશુપાલકની આવક વધશે.

  • પીએમ મોદીએ કહ્યું, બનાસકાંઠામાં લોકોને ટપક સિંચાઈ અપનાવીને પાણી બચાવ્યું.. દરેક જિલ્લામાં 75 અમૃત તળાવો બનાવ્યા.. અહીં પાણી માટે લોકો વલખા મારતા અને સુજલામ સુફલામ યોજનાની વાત કરતો તો લોકો મારી મજાક ઉડાવતા. પણ આજે સુજલામ સુફલામ અને નર્મદા યોજનાથી આ વિસ્તારમાં કાયા પલટ થઈ છે. 

  • પીએમ મોદીએ કહ્યું, જે રીતે લોકોને ટીકાકરણ કર્યું તેમજ પશુઓને પણ ટીકાકરણનું કામ હું કરી રહ્યો છું..1300 કરોડનું ખર્ચ.. તમે આ વખતે વોટ આલવા જાઓ ત્યારે તમારા 25 વર્ષનો વિચાર કરજો અને વિકાસનો વિચાર કરીને વોટ આપજો...

  • પીએમ મોદીએ કહ્યું, બનાસકાંઠામાં મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે. આખા ભારતનો સમાન કંડલા પોર્ટ ઉપર જવાનું છે તો વાયા પાલનપુર થઈને જવાનું છે. હવે ઉજ્જવળ દિવસનો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના થવાના છે. મારે બનાસકાંઠા પાટણ કચ્છ આ દુર્ગમ વિસ્તારથી હું પરિચિત છે. મને તમે દિલ્હીમાં બેસાડ્યો છે તો તમારા કામમાં તો આવુંને પણ તમે જ કામમાં ન લો તો. આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન કરો..તમે લોકોસભામાં મને ખુબ મત આપ્યા તેનો પણ આ વખતે રેકોર્ડ તોડી નાખો.

  • પીએમ મોદીએ કહ્યું, એકે એક પોલિંગ બુથ ઉપર કમળ જીતાડો, બનાસકાંઠા ઉપર મારો હક તો ખરો.. તમે ઘરે ઘરે જઈને વડીલોને કહેજો આપણા નરેન્દ્રભાઈ પાલનપુર આવ્યા હતા અને તેમણે આવીને અમને કહ્યું હતું કે અહીં આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે તો વડીલોના આશીર્વાદ મળે મળે ને મળે જ.

  • આજે પણ પીએમ મોદી 4 જનસભા સંબોધશે. જેમાં પાલનપુર, દહેગામ, અરવલ્લી અને બાવળામાં વિજય સંકલ્પ સંમેલનમાં જનસભા સંબોધશે. વિધાનસભાની ચૂંટણીના એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ પ્રધાનમંત્રી ફરી બે દિવસના મિશન પ્રચાર પર નીકળ્યા, અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. પ્રધાનમંત્રીને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    — BJP Gujarat (@BJP4Gujarat) November 24, 2022

    2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસમાં આઠ સભા ગજવશે. આજે પણ PM મોદી ચાર સભા ગજવશે. પાલનપુરમાં 10 વાગે પીએમ મોદી સભાને સંબોધન કરશે. 12 વાગે મોડાસામાં સભાને સંબોધન કરશે. દહેગામમા 2 વાગે સભાને સંબોધન કરશે. બાવળા ખાતે 3 વાગે સભાને સંબોધન કરશે. 

    પાલનપુર બેઠકનો ઈતિહાસ

    • બનાસકાંઠાની મહત્વની બેઠક
    • બેઠક પર ભાજપનું વર્ચસ્વ
    • 2,32,962 કુલ મતદારો
    • 1,21,362 પુરુષ મતદારો
    • 1,11,600 મહિલા મતદારો
    • 2007માં ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિ જીત્યા
    • 2012માં કોંગ્રેસના મહેશકુમાર પટેલની જીત 
    • 2017માં કોંગ્રેસના મહેશકુમાર પટેલનો વિજય
    • ખેડૂતો અને પશુપાલકોનો વિસ્તાર
    • સહકારી અગ્રણીઓનું બેઠક પર પ્રભુત્વ વધારે

    પાલનપુર બેઠક પર જાતિગત સમીકરણ

    • ક્ષત્રિય 17.4%
    • પટેલ-ચૌધરી 21.5%
    • મુસ્લિમ - 13.2%
    • દલિત 12.2%
    • અન્ય 35.6% 

    અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકો પર ભાજપની નજર છે. 2017માં પાંચ બેઠકોમાંથી 3 બેઠકો ભાજપ અને 2 બેઠકો કોગેસને મળી હતી. ગાંધીનગર જિલ્લામાં 5 બેઠકોમાંથી ભાજપને 2 અને કોગેસ 3 બેઠકો મળી હતી. અરવવલી જિલ્લાની 3 બેઠકો કોગેસને મળી હતી, અરવલ્લી જિલ્લામાં ભાજપે ખાતું પણ નહોતું ખુલ્યું. આ વખતે અરવલ્લી જિલ્લામાં બેઠકો પર ભાજપની નજર છે.

    મહત્વની છે કે, બનાસકાંઠાની ભાજપ પર બાજ નજર છે. બનાસકાંઠામાં જિલ્લાની 9 બેઠકોમાંથી 3 ભાજપને અને 6 કોગેંસને મળી હતી. આજે પાલનપુરમાં ભાજપ ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી મોદી આજે 22 બેઠકો પર ભાજપનું ફોક્સ રહેલું છે. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ PM મોદીનો પ્રચાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 4 સભા ગજવશે

    પાલનપુરમાં 10 વાગ્યે PM મોદી સભાને કરશે સંબોધન
    પાલનપુરમાં સભા સંબોધીને બનાસકાંઠાની 9 બેઠક પર ભાજપની નજર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની 9 પૈકી 3 બેઠક પર ભાજપની જીત થઈ હતી. જ્યારે 6 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત્યા હતા.

    મોડાસામાં 12 વાગ્યે PM મોદી સભાને કરશે સંબોધન
    મોડાસા બેઠક અરવલ્લી જિલ્લામાં આવે છે. અરવલ્લીની મોડાસા, બાયડ અને ભિલોડા બેઠક પર ભાજપની નજર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અરવલ્લીમાં ભાજપનું ખાતુ પણ ખૂલ્યું નહોતું. તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી.

    દહેગામમાં 2 વાગ્યે PM મોદી સભા સંબોધશે
    તમને જણાવી દઈએ કે, દહેગામ બેઠક ગાંધીનગર જિલ્લામાં આવે છે. દહેગામ બેઠક પર PM મોદી સભા સંબોધીને ગાંધીનગરની તમામ 5 બેઠક પર જીત મેળવવાની આશા છે. 2017માં આ પાંચ પૈકી ભાજપને 2 અને કોંગ્રેસને 3 બેઠક મળી હતી.

    બાવળા ખાતે 3 વાગ્યે PM મોદી સભાને કરશે સંબોધન
    બાવળામાં સભા કરી ભાજપની અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની તમામ 5 બેઠક પર નજર છે. વર્ષ 2017માં આ પાંચ પૈકી 3 બેઠક ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસને જીત મળી હતી.

    લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

     

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news