China Coronavirus: ચીનમાં કોરોનાના નવા કેસમાં જોવા મળી સુનામી, અનેક શહેરોમાં લોકડાઉનની તૈયારી!

China Lockdown: ચીનમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ લેતા નથી. ગુરુવારે સામે આવેલા અધિકૃત આંકડાથી ખુલાસો થયો છે કે ચીનમાં મહામારી શરૂ થયા બાદથી કોરોનાના કેસમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ કોરોનાના પ્રસારને રોકવા માટે ચીનમાં લોકડાઉન મોટા સ્તર પર ટેસ્ટિંગ અને મુસાફરી સંબંધિત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

China Coronavirus: ચીનમાં કોરોનાના નવા કેસમાં જોવા મળી સુનામી, અનેક શહેરોમાં લોકડાઉનની તૈયારી!

China Lockdown: ચીનમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ લેતા નથી. ગુરુવારે સામે આવેલા અધિકૃત આંકડાથી ખુલાસો થયો છે કે ચીનમાં મહામારી શરૂ થયા બાદથી કોરોનાના કેસમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ કોરોનાના પ્રસારને રોકવા માટે ચીનમાં લોકડાઉન મોટા સ્તર પર ટેસ્ટિંગ અને મુસાફરી સંબંધિત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ બ્યૂરોએ કહ્યું છે કે ચીનમાં બુધવારે 31,454 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી 27,517 માં કોઈ લક્ષણો જોવા મળ્યા નહતા. જો ચીનની 1.4 બિલિયનની વસ્તી જોઈએ તો આ આંકડો ખુબ જ ઓછો લાગે છે. પરંતુ ચીનમાં તેનાથી ખળભળાટ મચી ગયો છે. ચીનમાં ચાલુ વર્ષે એપ્રિલમાં 29,390 નવા કેસ સામે આવ્યા હતા. પરંતુ બુધવારના આ આંકડાએ તેને પણ પાર કરી દીધો. એપ્રિલમાં ચીનના મેગાસિટી શાંઘાઈમાં લોકડાઉન લાગ્યું હતું અને લોકો માટે મેડિકલ કેર અને ભોજનની સમસ્યા ઊભી થઈ હતી. 

ચીનની ઝીરો કોવિડ પોલીસી હેઠળ જો મામૂલી કોરોના કેસ પણ મળે તો સમગ્ર શહેરમાં તાળાબંધી કરી દેવાય છે અને કોવિડ પીડિતો અને તેમના સંપર્કમાં આવનારા લોકોને કડક ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે. ચીનમાં કોરોનાને 3 વર્ષ પૂરા થનાર છે. ઝીરો કોવિડ નીતિના કારણે લોકોમાં આક્રોશ છે. લોકો તે મુદ્દે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કોરોનાના કારણે તેની પ્રોડક્ટિવિટી ઉપર પણ ખુબ અસર થઈ છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

મંગળવારે કોરોનાથી બેઈજિંગમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ પાર્ક, ઓફિસોના બિલ્ડિંગ અને શોપિંગ મોલ્સ બંધ કરવાના આદેશ આપ્યા હતા. બેઈજિંગનો સૌથી વધુ વસ્તીવાળો ચાઓયાંગ જિલ્લો ફૂલ લોકડાઉનની નજીક પહોંચી ગયો છે. અહીં લોકોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખુબ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો. ચાઓયાંગ જિલ્લામાં લગભગ 3.5

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news