પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો, કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા

PM Modi Modi : પીએમ મોદીનો ઈઝરાયેલ સાથે મળીને દરિયાઈ ખારું પાણી મીઠું બનાવવાનો પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો 

પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો, કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા

PM Modi Dream Project : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું બાળમરણ થઈ ગયું છે. પીએમ મોદીએ બહુ મોટાપાયે સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. પરંતુ રાજ્ય સરકારની અવગણના કારણે આવો મહાકાય પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ પર કોઈ ધ્યાન ન આપ્યું. પ્રોજેક્ટ માટે લાવવામાં આવેલા મોંઘાદાટ વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે. સરકારે તેની જાળવણીની પણ કોઈ વ્યવસ્થા ન કરી. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 

થોડા વર્ષો પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ગુજરાત આવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમની સાથે મળીને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેમાં દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવાનો પ્રોજેક્ટ હતો. કચ્છ અને દ્વારકાના ખારા પાણી શુદ્ધ કરવા માટે મૂકવામાં આવેલી કરોડો રૂપિયાની જીપ ઘૂળ ખાઈ રહી છે. ઈઝરાયેલથી લાવવામા આવેલી આ ટેકનોલોજી નિરર્થક સાબિત થઈ છે. 

આવી 7 જીપ માટે 12.56 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો કે, સપ્ટેમ્બર 2021 માં એક વર્ષનો નિભાવ અને જાળવણીનો સમયગાળો પૂરો થયા બાદ ઈજારદાર દ્વારા વાહન બંધ કરી દેવામાં આવ્યુ હતું. ઓડિટ રિપોર્ટમાં કહેવાયું કે, સપ્ટેમ્બર 2019 માં ખરીદી કરાર મુજબ સાત વાહનો માટે ત્રણ વર્ષનો 2.35 કરોડોનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ બેદરકારીને કારણે જોખમ ઉભુ થયું હતું. 

આમ, આ આખો પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો. રિપોર્ટમાં રાજ્ય સરકારે કરેલી ગંભીર ભૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેયું કે, રાજ્ય સરકારે આ મોંઘાદાટ પ્રોજેક્ટ પરથી હાથ ખંખેરી લીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news