સામાન્ય નાગરિકની જેમ ટિકિટ લઈને પીએમ મોદીએ વંદેભારત ટ્રેનમાં મુસાફરી કરી
પ્રધાનમંત્રી મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી... જોકે, તેમણે ટિકિટ ખરીદીને મુસાફરી કરી હતી
Trending Photos
અમદાવાદ :નવરાત્રિના પાંચમા નોરતે ગુજરાતને એક જ દિવસમાં બે મોટી ભેટ મળી. નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે, તો સાથે જ કાલુપુરથી મેટ્રો ફેઝ-1ની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના નાગરિકોને આ મોટી ભેટ આપી છે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી. પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. જોકે, તેઓ પોતે આ ટ્રેનમાં સવાર થઈને અમદાવાદ પહોંચ્યા હતા. જોકે, ખાસ વાત એ છે કે, તેમણે ટિકિટ લઈને વંદેભારત ટ્રેનમાં મુસાફરી હતી. હાલ તેમણે ખરીદેલી ટિકિટની તસવીર પણ સામે આવી છે.
દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને ટ્રેનની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રેલવે મંત્રી પિયુષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે ચાલશે. વંદે ભારત ટ્રેનમાં બેસીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત એક્સપ્રેસને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.#GujaratVikasModel pic.twitter.com/ZM3V8mRGEr
— CMO Gujarat (@CMOGuj) September 30, 2022
વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડશે. ઉદઘાટન બાદ વંદે ભારત ટ્રેનમાં બેસીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા. તેમની સાથે પહેલીવાર આ ટ્રેનમા મુસાફરીને કરીને અમદાવાદ પહોંચેલા લોકો માટે આ મુસાફરી ખાસ રહી હતી. પીએમ મોદીએ તેમની સાથે ચર્ચા કરી હતી. જોકે, ખાસ વાત એ છે કે, પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા મુસાફરી માટે ટિકિટ લીધી હતી. તેઓએ એક સામાન્ય નાગરિકની જેમ ટિકિટ લઈ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી.
PM @narendramodi is on board the Vande Bharat Express from Gandhinagar to Ahmedabad. People from different walks of life, including those from the Railways family, women entrepreneurs and youngsters are his co-passengers on this journey. pic.twitter.com/DzwMq5NSXr
— PMO India (@PMOIndia) September 30, 2022
તમને જણાવી દઈએ કે, વંદે ભારત એક્સપ્રેસ 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનમાં મુસાફરો માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોર સહિતની સુવિધા ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે