વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન, એરપોર્ટ પર રાજ્યપાલ દ્વારા સ્વાગત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરવા ગુજરાત આવ્યા છે, તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રીરોકાણ કરવાના છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન, એરપોર્ટ પર રાજ્યપાલ દ્વારા સ્વાગત

અમદાવાદ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. રાજ્યપાલ ઓ.પી. કોહલી દ્વારા તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરવા ગુજરાત આવ્યા છે, તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રીરોકાણ કરવાના છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ તેમના ડ્રીમ પ્રોજેક્ટ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમા છે અને ઉદ્ઘાટન થયા બાદ તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની જશે. આ સાથે જ ગુજરાત સહિત ભારતનું વિશ્વમાં નામ થઈ જશે. 

વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો, વડાપ્રધાન આજે રાત્રે 8.15 વાગ્યે દિલ્હીથી નીકળશે અને રાત્રે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. 31મીએ સવારે 7.45 કલાકે કેવડિયા જવા ગાંધીનગર સચિવાલય હેલિપેડથી રવાના થશે. સવારે 9.00 કલાકે કેવડિયા પહોંચશે, જ્યાં રેલી ઓફ ફ્લાવર્સ કાર્યક્રમમાં જોડાશે.

The statue, which is on the banks of the Narmada is a fitting tribute to the great Sardar Patel. https://t.co/9Z5PHE9uTM pic.twitter.com/6TXMYPaJm6

— Narendra Modi (@narendramodi) October 30, 2018

9થી 9.30 વાગ્યા સુધી રેલી ઓફ ફ્લાવર્સ ચાલશે. બાદમાં 9.35એ વડાપ્રધાન ટેન્ટસિટી પહોંચશે. 10.00 વાગ્યે વડાપ્રધાન કાર્યક્રમ સ્થળે પહોંચશે, જ્યાં 2 કલાક સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો કાર્યક્રમ ચાલશે. પછી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાન વડોદરા જશે. ત્યારબાદ બપોરે 1થી 1.15  કલાકે વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે.

આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતા હીરાબાની પણ મોડી રાત્રે અથવા તો વહેલી સવારે મુલાકાત લે તેવી સંભાવના છે. કેમ કે, વડા પ્રધાન જ્યારે પણ ગાંધીનગર આવે છે ત્યારે તેઓ તેમનાં માતા હીરાબાના આશિર્વાદ લેવા અવશ્ય જાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news