કાલે બહુચર્ચિત હેડક્લાર્કની પરીક્ષાનું આયોજન, આ નિયમો વાંચી લેજો નહી તો ઘરભેગા કરી દેશે
આવતીકાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ-3 ની પ્રથમ તબક્કાની લેખિત કસોટીનું આવતીકાલે સમગ્ર ગુજરાતમાં આયોજન થવા જઇ રહ્યું છે. કુલ 186 જગ્યાઓ માટે MCQ - OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનું આયોજન થશે. બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવશે. જેમાં તમામ અગાઉ ફોર્મ ભરી ચુકેલા વિદ્યાર્થીઓ હાજર રહેશે.
Trending Photos
અતુલ તિવારી/ ગાંધીનગર : આવતીકાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ-3 ની પ્રથમ તબક્કાની લેખિત કસોટીનું આવતીકાલે સમગ્ર ગુજરાતમાં આયોજન થવા જઇ રહ્યું છે. કુલ 186 જગ્યાઓ માટે MCQ - OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનું આયોજન થશે. બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવશે. જેમાં તમામ અગાઉ ફોર્મ ભરી ચુકેલા વિદ્યાર્થીઓ હાજર રહેશે.
હેડ કલાર્ક વર્ગ - 3 ની ભરતી પરીક્ષા માટે રાજ્યભરમાંથી અંદાજે 2,41,400 ઉમેદવારો નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ 12 ડિસેમ્બરે હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાંથી 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ પેપરલીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરાઈ હતી. હેડ ક્લાર્ક વર્ગ 3નું પેપરલીક થયું હોવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં કેટલા લોકોની ધરપકડ કરાઈ હતી અને રદ્દ કરાયેલી હેડ કલાર્ક વર્ગ 3ની પરીક્ષા માર્ચમાં યોજવા અંગે જાહેરાત કરાઈ હતી.
પેપરલીક થવાને કારણે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરા રાજીનામુ આપે એવી યુવાનો તરફથી માંગ કરાઈ હતી. અંતે અસિત વોરાએ અધ્યક્ષપદેથી રાજીનામુ આપતા એ.કે. રાકેશની ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ હતી. આ વખતે યોજાનારી પરીક્ષામાં કોઈ કચાશ ના રહી જાય એ માટે મંડળ દ્વારા તમામ તૈયારીઓ કરાઈ ચુકી છે.
અમદાવાદમાં 163થી વધુ કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. અમદાવાદમાં ઝોન 1 અને ઝોન 2 એમ બે ભાગમાં પરીક્ષા કેન્દ્રને અલગ પાડવામાં આવ્યા છે. પરીક્ષાના ચાર દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રના આચાર્યોને એકત્રિત કરી પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષાની તકેદારી તેમજ ફરી પેપરલીકની ઘટના ન બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તમામ આચાર્યોને પેપરનું સિલબંધ કવર ક્યાં સમયે ખોલવું અને કોની હાજરીમાં ખોલવુ એ અંગે તમામ માહિતી આપવામાં આવી છે.
- પરીક્ષામાં કોઇ ગેરરિતી ન થાય તે માટે તંત્રનું જડબેસલાક આયોજન
- પરીક્ષાની આસપાસના તમામ ઝેરોક્ષ સેન્ટર અને શંકાસ્પદ દુકાનો બંધ કરાવશે પોલીસ
- પરીક્ષાને લઇને કોઇ પ્રકારનાં ઇલેક્ટ્રિક ગેજેટ વિદ્યાર્થી ન લઇ જાય તે માટે કડક ચેકિંગ
- પરીક્ષા કેન્દ્રની આસપાસ સાથે આવેલા વાલી કે અન્ય કોઇ પણ વ્યક્તિને ઉભા નહી રહેવા દેવાય
- પરીક્ષાના કેન્દ્રો એવી જ શાળાઓને ફાળવાયા છે જ્યાં CCTV ની સુવિધા હોય
- ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે