કરફ્યૂના અમલ સાથે અમદાવાદમાં રથયાત્રાને મળી મંજૂરી

કરફ્યૂના અમલ સાથે અમદાવાદમાં રથયાત્રાને મળી મંજૂરી
  • અમદાવાદમાં કર્ફ્યુ ૧૯ કિલોમીટરની રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન કરીને પરત આવે ચારથી પાંચ કલાકના સમયગાળામાં પરત આવશે કેટલા સમય માટે જ કર્ફ્યુ રહેશે

હિતલ પારેખ/ગાઁધીનગર :રથયાત્રા અંગે ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. ગુજરાત સરકારે શરતોને આધીન રહીને અને કરફ્યૂના પાલન સાથે અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપી છે. વિવિધ નિયમોના પાલન સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. કોરોનાનો ફેલાવો ન થાય તે માટે વિવિધ નિયમોનું પાલન કરવાનુ રહેશે તેવી માહિતી ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી. સાથે જ તેમણે કહ્યું કે, રાજ્યની તમામ રથયાત્રાઓને આ નિયમો લાગુ પડશે. 

ગૃહરાજ્યમંત્રી મીડિયા સંબોધનમાં કહ્યું કે, નામદાર કોર્ટના આદેશોને અનુસરીને ગત વખતે રથયાત્રા કાઢી શક્યા ન હતા. પણ આ વખતે કોરોનાની સ્થિતિને જોતા રિકવરી રટે 98.54 થયો છે. ગઈકાલે કોરોના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કેસોની સંખ્યા પણ બિલકુલ ઘટી ગઈ છે. આ બધી પરિસ્થિતિનો અભ્યાસ કરીને કોરોના પ્રોટોકોલની જાળવણી સાથે જ રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં કોરોનાની મહામારીનો વ્યાપ ન વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. લોકોની શ્રદ્ધા અને આસ્થા વચ્ચે પ્રોટોકોલના પાલન સાથે રથયાત્રા નીકળશે. કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે જગન્નાથની રથયાત્રા નીકળશે. અમદાવાદમાં 144 મી રથયાત્રા નીકળશે. આ માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવાશે. ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. તો CM અને DyCM પહિંદવિધિમાં હાજરી આપશે. કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રા નીકળશે, જેમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહિ અપાય. માત્ર પાંચ વાહનોને જ રથયાત્રામાં પરવાનગી અપાઈ છે. સાથે જ આ વર્ષે રથયાત્રામાં આ વખતે પ્રસાદ વિતરણ નહિ થાય.

અમદાવાદમાં કર્ફ્યુ ૧૯ કિલોમીટરની રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન કરીને પરત આવે ચારથી પાંચ કલાકના સમયગાળામાં પરત આવશે કેટલા સમય માટે જ કર્ફ્યુ રહેશે. પણ રથ મંદિર પહોંચે તે સાથે જ કરફ્યૂ સમાપ્ત થશે. 

રથયાત્રાની સાથે આ બાબતોનું પાલન કરવાનું રહેશે

  • રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લાગૂ કરવામાં આવશે
  • રથયાત્રા દરમિયાન પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ
  • માર્ગદર્શક સૂચનાઓ સાથે રથયાત્રા યોજવામાં આવશે
  • રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને પ્રવેશ નહિ અપાય
  • કોઈએ રોડ પર રથયાત્રાના દર્શન કરવાની પરમિશન નથી
  • ટીવીના માધ્યમથી ભક્તો રથયાત્રાના દર્શન કરી શકશે
  • માત્ર 5 વાહનો સાથે પરંપરાગત રથયાત્રા નીકળશે. 
  • 3 રથ સહિત 5 વાહનોને રથયાત્રામાં મંજૂરી અપાશે
  • 3 રથ ઉપરાંત રથયાત્રામાં ટ્રસ્ટી, મહંતના 1-1 વાહન રહેશે
  • ભજનમંડળી અને અખાડાઓ રથાયાત્રામાં સામેલ નહિ થઈ શકે
  • આ વખતે ગજરાજ અને અન્ય ટ્રક પણ રથયાત્રામાં નહિ હોય
  • ખલાસીઓએ RTPCR ટેસ્ટ દર્શાવવાનો રહેશે. સાથે જ 
  • વેક્સીનના બંને ડોઝ લીધા હોય તેવા ખલાસીઓને અગ્રીમતા અપાશે.
  • જે લોકો રથયાત્રા સાથે જોડાશે તેમણે નિયમોનું પાલન કરવાનું રહેશે
  • મોસાળમાં પણ નિયત કરાયેલા લોકો જ હાજર રહેશે
  • પૂર્વ-પશ્ચિમ અમદાવાદને જોડતા તમામ બ્રિજ રથયાત્રા દરમિયાન બંધ રહેશે
  • 4થી 4.30 કલાકમાં અમદાવાદની રથયાત્રા પૂર્ણ થશે. 
  • રથયાત્રાના દિવસે સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગૂ
  • મામેરાની વિધિમાં સરસપુરમાં વેક્સિન લીધી હશે તેને જ હાજરી આપવા મળશે
  • રથયાત્રા નિજ મંદિરથી નીકળી સરસપુરની વિધિ માટે આ સિવાય ક્યાંય રોકાશે નહિ
  • સ્વાગત વિધિ કે અન્ય કોઇ પ્રકારે કાર્યક્રમની કરવા દેવામાં આવે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news