મહેસાણા એસટીએ પૂરતી બસો ચાલુ ન કરતા ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા લોકો

કોરોના કાળમાં અમદાવાદ કે ગાંધીનગરથી આવતી એસ.ટી. બસો મહેસાણામાં ન આવે તે આશયથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે બસો શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી મહેસાણાની ઘણી બધી બસો બંધ રાખવામાં આવી હોવાથી મુસાફરોને હાલાકી પડી રહી છે.

મહેસાણા એસટીએ પૂરતી બસો ચાલુ ન કરતા ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા લોકો

મહેસાણાઃ કોરોના કાળમાં અમદાવાદ કે ગાંધીનગરથી આવતી એસ.ટી. બસો મહેસાણામાં ન આવે તે આશયથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે બસો શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી મહેસાણાની ઘણી બધી બસો બંધ રાખવામાં આવી હોવાથી મુસાફરોને હાલાકી પડી રહી છે.

12 ડેપોએ હજુ સુધી નથી ચાલુ કરી બસોઃ
મહેસાણા એસટી વિભાગીય કચેરી નીચે આવેલા 12 ડેપોએ હજુ સુધી ગ્રામીણ અને અંતરિયાળ ગામોની પૂરતી બસો ચાલુ કરી નથી. પરિણામે તાલુકા મથકે આવવા તેમજ ધંધા-રોજગાર કે નોકરી માટે કાયમી અપડાઉન કરતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. 

ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા લોકોઃ
કોરોનાના કેસ ઘટતાં તમામ ડેપો દ્વારા એક્સપ્રેસ બસો તેમજ મુખ્ય હાઇવે પર દોડતી લોકલ બસોનું 100 ટકા સંચાલન શરૂ કરી દેવાયું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં 100 ટકા સંચાલનમાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. પરિણામે રોજિંદા મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. 

ડ્રાઇવર-કંડક્ટરની ખાલી જગ્યાઓ ભરવાની જરૂરઃ
બહુચરાજી ડેપો દ્વારા હાલમાં 41 સિડ્યુલ સાથે 198 ટ્રીપનું સંચાલન કરાય છે. મહેકમ પ્રમાણે કંડક્ટરની 22 અને ડ્રાઇવરની 25 જગ્યા ખાલી છે. 

શાળા-કોલેજો બંધ હોવાથી બંધ છે બસોઃ
એસટી દ્વારા એક્સપ્રેસ બસ પ્રતિ કિમી રૂ.25 અને લોકલ બસ પ્રતિ કિમી રૂ.15 આવક મેળવે તો જ ચાલુ રાખવા આદેશ કરાયો છે. બીજી બાજુ, હાલમાં શાળા-કોલેજો બંધ હોવાથી પૂરતાં મુસાફરો ન મળતાં ગ્રામ્ય બસ સેવા ચાલુ કરાતી નથી.

સ્પેરપાર્ટસની અછત, સ્ટાફની ઘટનું કારણ અપાયુંઃ
તમામ ડેપોમાં ટાયર, સ્પેરપાર્ટસ, બુકિંગ મશીન, ઓઇલ, ગ્રીસ સહિતની અછતને કારણે પૂરતાં વાહનો ઉપલબ્ધ નથી. ડ્રાયવર-કંડક્ટર નિવૃત્ત થતાં અને સામે નવી ભરતી નહીં કરાતાં સ્ટાફની પણ ઘટ છે. બીજી બાજુ, ડ્રાઈવર કે કંડક્ટરને ડબલ ફરજ પર મોકલવામાં આવે તો એમને ઓવરટાઇમ અપાતો નથી. ડબલ નોકરી કરનારને એક રજાનો લાભ મળે છે. પરિણામે એસટીના 100 ટકા સંચાલનમાં તકલીફ પડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news