VIDEO : શાહરૂખ-મલાઇકા સાથે નાચ્યો રણવીર, દીપિકાને કહ્યું 'ચલ છૈયા-છૈયા'

રણવીર અને દીપિકાના રિસેપ્શનનો અંદરની વીડિયો સામે આવ્યો છે

VIDEO : શાહરૂખ-મલાઇકા સાથે નાચ્યો રણવીર, દીપિકાને કહ્યું 'ચલ છૈયા-છૈયા'

નવી દિલ્હી : શનિવારે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડના લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ પ્રસંગે રણવીરે સ્ટાર્સ સાથે મળીને જોરદાર ડાન્સ કર્યો હતો. આ રિસેપ્શનનો અંદરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને મલાઇકા અરોરા સાથે 'છૈયા છૈયા' ડાન્સ કરતો જોવા મળે છે. 

રણવીર સિંહ આ વીડિયોમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે અને તેની એનર્જી જબરદસ્ત રીતે છલકાય છે. શનિવારે મુંબઈ રિસેપ્શનમાં રણવીર અને દીપિકા વેસ્ટર્ન લૂકમાં જોવા મળ્યા હતા. દીપિકા ખુલ્લા વાળ સાથે ખૂબસુરત લાલ ગાઉનમાં જોવા મળી હતી તો રણવીરે રિસેપ્શન માટે બ્લેક થ્રી પીસ સુટ અને બો પહેરી હતી. દીપવીરના આ રિસેપ્શનમાં અનુષ્કા શર્મા, કેટરિના કૈફ, શાહરૂખ ખાન, મુકેશ અંબાણીનો પરિવાર, વરૂણ ધવન, ટાઇગર શ્રોફ, જાન્હવી કપૂર, ઇશાન ખટ્ટર, રેખા, આશા પારેખ તેમજ કરીના-સૈફ જેવી બોલિવૂડની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news