અમરેલીમાં લોક ડાઉનનું પાલન ન કરનાર પર ડ્રોનથી રાખવામાં આવશે નજર
અમરેલી જિલ્લામાં લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસે હવે કડક પગલાં હાથ ધરાયા છે. અનેક વખત લોકોને સમજાવવા છતાં અનેક પ્રકારે લોકો એક યા બીજા બહાને બહાર નીકળવાનું ચાલુ રાખે છે
Trending Photos
કેતન બગડા, અમરેલી: સમગ્ર ગુજરાતમાં કોરોનાની દહેશતે માઝા મૂકી છે. ત્યારે અમરેલી જિલ્લામાં કેટલીક જગ્યાએ લોકડાઉનનું પાલન લોકો દ્વારા નહિ થતું હોવાને કારણે પોલીસ હવે કડક બની છે. અમરેલી પોલીસે સમગ્ર જિલ્લામાં 20 ડ્રોન ભાડે રાખી લોક ડાઉનનું પાલન નહિ કરતા લોકોને કડક પાલન કરવાનું પગલું હાથ ધર્યું છે.
અમરેલી જિલ્લામાં લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસે હવે કડક પગલાં હાથ ધરાયા છે. અનેક વખત લોકોને સમજાવવા છતાં અનેક પ્રકારે લોકો એક યા બીજા બહાને બહાર નીકળવાનું ચાલુ રાખે છે. ત્યારે પોલીસની સખત મહેનત હોવા છતાં લોકોમાં કોરોના લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે અમરેલી પોલીસે 20 જેટલા ડોન ભાડે રાખી સમગ્ર જિલ્લામાં ડ્રોન દ્વારા લોક ડાઉનલોડ પાલન નહીં કરવા નહીં કરતા લોકોને પાઠ ભણાવવા માટે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
પોલીસને સફળતા પણ મળી છે અને પોલીસે આવા લોકો સામે કાયદા અનુસાર કેસ પણ દાખલ કર્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના લોકોને કોરોના વાયરસની દહેશત અને લોકડાઉનની કિંમત સમજાવવા આ પોલિસ પ્રયાસ અને પોલીસની આ મહેનત અને પ્રધાનમંત્રીની અપીલને સફળ બનાવવા કટિબદ્ધ છે.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે અમરેલી જિલ્લામાં એક પણ કેસ પોઝિટિવ નોંધાયા નહીં હોવાથી આ વાયરસનો અમરેલી જિલ્લામાં હજુ પ્રવેશ નથી. ત્યારે લોકો પોલીસનો અને પ્રધાનમંત્રીનું જો માને તો અમરેલી જીલ્લો સુરક્ષિત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે ઝી ન્યુઝ પણ અપીલ કરે છે કે લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરો અને ઘરે રહો સુરક્ષિત રહો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે