ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...

હોલીકાના પાગટ્ય સમયે મોટા અવાજે બોલાવામાં આવે છે અપશબ્દો... પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહીં પરંતુ સંસ્કૃત ભાષાના આ ઉચ્ચારણો છે જેના દ્વારા ભગવાન ભેરવનાથને આવનારો સમય સારો રહે તેની પ્રાર્થના સકરવામાં આવે છે.

ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...

હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં હોળીના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પાગટ્ય સમયે મોટા અવાજે બોલાવામાં આવે છે અપશબ્દો... પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહીં પરંતુ સંસ્કૃત ભાષાના આ ઉચ્ચારણો છે જેના દ્વારા ભગવાન ભેરવનાથને આવનારો સમય સારો રહે તેની પ્રાર્થના સકરવામાં આવે છે. ઉપરાંત આ વર્ષે હોલીકા ઉત્સવ દરમિયાન ફંડ એકઠું કરી શહીદોના પરિવારો માટે અર્પણ કરવામાં આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઉપલબ્ધી તેના તહેવારો છે. વિશ્વના બધા જ દેશો કરતા સૌથી વધુ વિવિધતાસભર તહેવાર ભારતમાં જ ઊજવવામાં આવે છે. એટલું જ નહીં વિવિધતાની ચરમસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દરેક તહેવારની પાછળ એક હેતુ છુપાયેલો હોય છે. અને આવો જ કંઇક અનોખી હોળીનો તહેવાર ગીર સોમનાથના પ્રભાસપાટણમાં ઉજવવામાં આવે છે.

તમને જાણીને નવાઇ લાગશે કે, અહીંના લોકો દ્વારા હોલીકા દહનના પ્રારંભે મોટા અવાજે અપશબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં આ અપશબ્દો નહીં પરંતુ તેને ફાગ કહેવામાં આવે છે. જે સંસ્કૃત ભાષાના એક પ્રકારનું ઉચ્ચારણ છે અને આ ફાગના ઉચ્ચાર સાથે સારા દિવસોની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે.

પ્રભાસતીર્થના રામરાખ ચોકમાં આદિ અનાદિ કાળથી ઉજવાતા આ અનોખા હોલિકા ઉત્સવમાં આ વર્ષે હોલિકા ઉત્સવમાં પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવાર માટે ભંડોળ એકઠું કરી આધ્યાત્મિકતાની સાથે દેશભક્તિનું પણ ઉમદા ઉદાહરણ જોવા મળ્યું હતું.

ભારત અને ગુજરાતભરમાં હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જેમાં ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે હજારો અનાદીકાળથી ઉજવાતો આ અનોખા પ્રકારનો હોળીનો તહેવાર ભારતભરમાં કદાચ ક્યાંય ઉજવાતો નહીં હોય. આ ઉત્સવમાં પ્રભાસપાટણના સર્વે નગરજનો ઉલ્લાસભેર જોડાય છે. તેમજ પ્રભાસપાટણની અન્ય જુદા જુદા વિસ્તારોમાં થતાં હોલીકા ઉત્સવની જ્યોત પર રામરાખના હોલીકા ઉત્સવમાંથી લઇને જ હોલીકા દહન કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news