ઉત્તર ગુજરાતના લોકોને થશે મોટો ફાયદો, હવે હિમતનગરથી મુંબઈ-દિલ્હી જવા શરૂ થશે ટ્રેન!

આ ઉપરાંત હિમતનગર રેલ્વે સ્ટેશન પર આજે વહેલી સવારથી નવી ટ્રેનોની સીટીઓ વાગવાનું શરુ થઇ ગયું હતું.વહેલી સવારે કોટા-અસારવા,જયપુર-અસારવા અને ત્યારબાદ ઇન્દોર-અસારવા ઉદ્ઘઘાટન ટ્રેન આવી હતી.સાંસદ સાથે ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા. 

ઉત્તર ગુજરાતના લોકોને થશે મોટો ફાયદો, હવે હિમતનગરથી મુંબઈ-દિલ્હી જવા શરૂ થશે ટ્રેન!

શૈલેશ ચૌહાણ/સાબરકાંઠા: હિમતનગરથી મુંબઈ અને દિલ્હી જવા માટે પણ અગામી દિવસમાં ટ્રેન શરુ થશે તેવું હિમતનગર રેલ્વે સ્ટેશન પર એમપીથી શરૂ થયેલ ઇન્દોર-અસારવા રેલ્વેને હિંમતનગર સ્ટેશનથી પ્રસ્થાન પ્રસંગે જણાવ્યું હતું. જેને લઈને હિમતનગરનું રેલ્વેમાં રાજસ્થાન, એમપી બાદ દિલ્હી અને મહારાષ્ટ્ર પણ જવામાં સરળતા રહેશે. તો ઇલેક્ટ્રિક લાઈનનું પણ કામકાજ પણ અગામી દિવસોમાં શરુ થશે અને ઝડપી પૂર્ણ થઇ જશે. 

રેલ્વે વિભાગ ધ્વારા રાજસ્થાન અને એમપી થી જોડતી નવી ત્રણ ટ્રેનને મંજુરી આપ્યા બાદ લીલી ઝંડી આપી પ્રસ્થાન ઉદેપુર થી જયપુર,કોટા,અને ઇન્દોર થી અસારવા માટે થયું હતું.ત્યારે હિમતનગર રેલ્વે સ્ટેશનેથી સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડે ઇન્દોર-અસારવા નવી ટ્રેનને લીલી ઝંડી આપી હિમતનગર થી અસારવા પ્રસ્થાન કરાવ્યું હતું. 

આ ઉપરાંત હિમતનગર રેલ્વે સ્ટેશન પર આજે વહેલી સવારથી નવી ટ્રેનોની સીટીઓ વાગવાનું શરુ થઇ ગયું હતું.વહેલી સવારે કોટા-અસારવા,જયપુર-અસારવા અને ત્યારબાદ ઇન્દોર-અસારવા ઉદ્ઘઘાટન ટ્રેન આવી હતી.સાંસદ સાથે ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા. 

આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હિમતનગરનું રેલ્વે સ્ટેશન રાજસ્થાનમાં ઉદેપુર સુધી જોડાયેલું હતું હવે ત્રણ નવી ટ્રેન શરુ થતા જયપુર,કોટા અને એમપી ના ઇન્દોર અને ઉજ્જૈન સુધી જોડાયું છે.તો અગામી દિવસોમાં દિલ્હી અને મુંબઈ પણ જોડાણ થશે અને નવી ટ્રેનો હજી પણ શરુ થશે તો અમદાવદથી ઉદેપુર રેલ્વેને ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી માટેનું ટેન્ડર પણ ખુલશે અને એક સાથે ત્રણ ચરણમાં કામ શરુ થશે જે ઝડપી પુરું થયે નવી ઇલેક્ટ્રિક ટ્રેનો વધુ શરુ થશે.

આમ હિમતનગર નું રેલ્વે સ્ટેશન અગામી દિવસોમાં અમૃત યોજનામાં નવીન બનશે જેમાં અધ્યતન સગવડો ઉભી થશે.સાવરથી બપોર સુધીમાં ચાર ટ્રેનમાં રૂ ૨૩ હજાર થી વધુની ૨૪૧ રેલ્વે ટીકીટોનું વેચાણ થયું હતું અને 600 થી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. સૌથી વધુ મુસાફરો અસારવા-ડુંગરપુર ડેમુ માં હોળીના તહેવારને હિમતનગર રેલ્વે સ્ટેશન થી ડુંગરપુર જવા માટે મુસાફરો જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news