લોકો માત્ર ઇન્જેક્શન જ નહી કોરોનાને લગતી તમામ સામગ્રીની અનેક ગણી કિંમત

કોરોનાની બીજી લહેર જે પ્રકારે શરૂ થઇ છે તેના કારણે ગુજરાતની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. નાગરિકોને ટેસ્ટિંગથી માંડીને સ્મશાનમાં લાંબી લાંબી કતારોનો ભોગ બનવું પડી રહ્યું છે. સરકાર તમામ પ્રકારે નિષ્ફળ સાબિત થઇ રહી છે. નાગરિકો સંસાધનો ખરીદવા માટે પણ વસ્તુનાં પાંચ પાંચગણા ભાવ ચુકવવા માટે મજબુર બન્યા છે. રેમડિસિવિર ઇન્જેક્શન હોય, ઓક્સિજન હોય કે કોરોનાને લગતી કોઇ પણ સામગ્રી હોય કિંમતોમાં કાળાબજારી ચાલી રહી છે. 
લોકો માત્ર ઇન્જેક્શન જ નહી કોરોનાને લગતી તમામ સામગ્રીની અનેક ગણી કિંમત

અમદાવાદ : કોરોનાની બીજી લહેર જે પ્રકારે શરૂ થઇ છે તેના કારણે ગુજરાતની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. નાગરિકોને ટેસ્ટિંગથી માંડીને સ્મશાનમાં લાંબી લાંબી કતારોનો ભોગ બનવું પડી રહ્યું છે. સરકાર તમામ પ્રકારે નિષ્ફળ સાબિત થઇ રહી છે. નાગરિકો સંસાધનો ખરીદવા માટે પણ વસ્તુનાં પાંચ પાંચગણા ભાવ ચુકવવા માટે મજબુર બન્યા છે. રેમડિસિવિર ઇન્જેક્શન હોય, ઓક્સિજન હોય કે કોરોનાને લગતી કોઇ પણ સામગ્રી હોય કિંમતોમાં કાળાબજારી ચાલી રહી છે. 

લોકો ઘરે રહીને સારવાર કરે તેવો આગ્રહ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેવામાં ઓક્સિજન હોય કે ઓક્સિજન માટેના સંસાધનો શરૂઆતનાં તબક્કે મળ્યા. જે હવે નથી મળી રહ્યાં. ઓક્સિજન મશીન સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ નથી મળી રહ્યા. રોજ અનેક ગ્રાહકો દુકાને ઓક્સિજન મશીનનાં ફોટા લઇને આવે છે. જો કે વેપારીઓ પણ મજબુર છે કે માલ નહી હોવાનાં કારણે અમે પણ પુરા નથી પાડી રહ્યા. હવે 80 હજારથી 1 લાખ સુધીમાં મળે છે પરંતુ બજારમાં મળતું નથી, આગળથી જ સપ્લાય બંધ છે. 

સામાન્ય દિવસમાં 200-300 કોલ આવતા હતા પરંતુ હવે 500-600 કોલ આવી રહ્યા છે. રોજ સગાવ્હાલા પણ ઓક્સિજન મશીન અને ઓક્સિજન સિલિન્ડર માટે જ કોલ આવે છે. હોસ્પિટલનાં પણ ખુબ  જ ફોન આવે છે. ઓક્સિજન મશીનની માંગ વધવાનાં કારણે કિંમતોમાં કાળાબજારી શરૂ થઇ ચુકી છે. 

અમદાવાદમાં 500થી વધારે વેપારીઓ સર્જિકલ સાધનોનો વેપાર કરે છે. જેઓ ઓક્સિજન મશીન તથા તેને લગતી સાધનસામગ્રી વેચારણ કરે છે પરંતુ બીજી લહેર શરૂ થયાના ગણત્રીના દિવસોમાં બજારમાં ઓક્સિજન મશીન ખુટી પડ્યાં છે. દર્દીઓનાં સગા બજારમાં વેપારીઓને મો માગી કિંમત આપવા માટે તૈયાર છે. છતા મશીન મળતું નથી. વેપારીઓ મશીન બનાવતી કંપનીમાં ફોન કરને ઓર્ડર આપી રહ્યા છે. ત્યારે તેમને પણ ત્યાંથી નિરાશા ભરેલા જવાબ જ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news