રાજકોટ મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ, તમે ફેંકેલા વેસ્ટ પ્લાસ્ટિકનો કરશે અનોખો ઉપયોગ

પર્યાવરણને બચાવવા માટે સૌથી મોટો પડકાર હોય તો એ પ્લાસ્ટિક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત આવાસ યોજનાના પાર્કિંગમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક ફિટ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો છે. 

રાજકોટ મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ, તમે ફેંકેલા વેસ્ટ પ્લાસ્ટિકનો કરશે અનોખો ઉપયોગ

રક્ષિત પંડ્યા/રાજકોટ :પર્યાવરણને બચાવવા માટે સૌથી મોટો પડકાર હોય તો એ પ્લાસ્ટિક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત આવાસ યોજનાના પાર્કિંગમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક ફિટ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો છે. 

સ્વચ્છ સર્વેક્ષણમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ રાજકોટ માટે ખૂબ મોટી સમસ્યા હતી. રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિકના વેસ્ટનો બેસ્ટમાં ઉપયોગ કરી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક બનાવી લગાવવાનું નક્કી કર્યું છે. હાલમાં મનપા દ્વારા મવડીમાં બનાવવામાં આવેલ સ્માર્ટ ઘર-2ના પાર્કિંગમાં 120 ચોરસ મીટરમાં પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક ફિટ કરાયા છે. હાલ મનપા 30ની મજબૂતાઇવાળા સિમેન્ટના 1 ચોરસ મીટરમાં પેવિંગ બ્લોક ફિટ કરવા રૂ.590 જેટલો ખર્ચ થાય છે. તેની સામે પ્લાસ્ટિકના બ્લોક પાછળ રૂ.450નો ખર્ચ થાય છે. બે માસ સુધી પ્લાસ્ટિકના બ્લોક પર કેવા પ્રકારની અસર થાય છે તેનો અભ્યાસ કરી બાદમાં આગામી દિવસોમાં ફૂટપાથ સહિતની જગ્યા પર પ્લાસ્ટિકના બ્લોકનો ઉપયોગ કરવામાં ચર્ચા-વિચારણા કરાશે તેવું રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશન બંછાનિધી પાનીએ જણાવ્યું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

પ્લાસ્ટિકના પેવર બ્લોકથી શુ થશે ફાયદા ?

  • પ્લાસ્ટિકના બ્લોક સિમેન્ટના બ્લોકથી વધુ મજબૂત હોય છે
  • પ્લાસ્ટિકના બ્લોક સિમેન્ટના બ્લોકથી કિંમતમાં પણ 30 ટકા સસ્તા હોય છે
  • એક ચોરસ ફૂટ બ્લોકમાં 2.70 કિલો પ્લાસ્ટિક સહિતના વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે, જેખી પ્લાસ્ટિકનો રિયુઝ થાય છે
  • પ્લાસ્ટિકના નિકાલથી પર્યાવરણને થશે ફાયદો
  • પ્લાસ્ટિક બ્લોકથી શહેરની સ્વચ્છતામાં વધારો થશે
  • ડ્રેનેજ લાઇન પ્લાસ્ટિકના કારણે ચોકઅપ થાય છે તેમાં રાહત રહેશે
  • શહેર પ્લાસ્ટિકના કચરાથી મુક્ત બનશે, સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાયદો થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઈ-બસને અમદાવાદની જનતા માટે ખુલ્લી મૂકશે 

https://lh3.googleusercontent.com/-a6Up06ttWXo/XWdX7JSu3iI/AAAAAAAAI44/wBuDEbWeZWEGjrJO-z0j9MWuh1ijYdlBwCLcBGAs/s0/Rajkot_Plastic_Reuse2.JPG

રાજયમા સૌપ્રથમવાર રાજકોટમાં આ નવતર પ્રયાગ કરવામા આવ્યો છે. જેમાં આ પ્રોજકટથી ખરા અર્થમાં અનેક ફાયદાઓ થઇ શકે તેમ છે. ત્યારે પ્રાયોગિક ધોરણે શરૂ કરેલ પ્રોજેક્ટ સફળ સાબિત થશે તો આવતા દિવસોમાં અન્ય જગ્યા પર પણ પ્લાસ્ટિક બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવતા દિવસોમા રાજ્ય અને દેશભરમાં આ રીતે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બેસ્ટ બ્લોક બનાવવામા આવે તો પર્યાવરણનો બચાવ જરૂર થઇ શકે તેમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news