Photo: સારા અને ઇબ્રાહિમનો નથી કોઈ ચાન્સ, 'આ' છે અમૃતા માટે ખાસ 

સારા અલી ખાન હાલમાં વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનનું શૂટિંગ કરી રહી છે.

Photo: સારા અને ઇબ્રાહિમનો નથી કોઈ ચાન્સ, 'આ' છે અમૃતા માટે ખાસ 

નવી દિલ્હી : એક્ટ્રેસ સારા અલી ખાને સોશિયલ મીડિયામાં મોટો ખુલાસો કર્યો છે. સારાની માતા અમૃતા સિંહ આમ તો પોતાની દીકરી અને દીકરા ઇબ્રાહિમને બહુ પ્રેમ કરે છે પણ આમ છતાં એક તેમનું ફેવરિટ બાળક કોઈ બીજું છે. આ વાતનો ખુલાસો સારા અલી ખાને પોતાની સોશિયલ મીડિયા વોલ પર કર્યો છે. સારાએ ખુલાસો કર્યો છે  ફફી સિંહ તેની માતાનું ફેવરિટ બાળક છે. આ ફફી સિંહ એ સારાનો પેટ ડોગ છે. 

સારા અલી ખાને એક ક્યુટ તસવીર શેયર કરીને લખ્યું છે કે, 'Live Laugh Bark. મળી મમ્મીના સૌથી ફેવરિટ બાળકને..'. આ તસવીરમાં ફફીની આસપાસ ઇબ્રાહિમ, સારા અને અમૃતાના નામ લખેલા કુશન્સ પણ દેખાય છે. સારાએ આ તસવીર શેયર કરી એના 2 કલાકમાં જ 4 લાખ કરતા વધારે લોકોએ આ તસવીર લાઇક કરી છે. 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

 
સારા હાલમાં વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનનું શૂટિંગકરી રહી છે. આ ફિલ્મ ડિરેક્ટર ડેવિડ ધવનની જુની ફિલ્મની રિમેક છે. આ પહેલાં સારાએ કાર્તિક આર્યન સાથે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલ 2ના શૂટિંગમાં ભાગ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news