પાવાગઢ અકસ્માત: સુરતમાં આહીર સમાજની શોકસભા, સહાય માટે સરકારને રજુઆત

પાવાગઢ જઇ રહેલા આહીર સમાજના યાત્રીઓને વડોદરા નજીક નડેલા ગોઝારા અકસ્માત નડ્યો હતો. જેમાં 11 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં સૌરાષ્ટ્ર આહીર પરિવારનાં 21 સભ્યોમાંથી 11 લોકોનાં મોત નિપજ્યા હતા. જે સંદર્ભે સુરત ખાતે આહીર સમાજના આગેવાનોના આગેવાનોની શોકસભા મળી હતી. 
પાવાગઢ અકસ્માત: સુરતમાં આહીર સમાજની શોકસભા, સહાય માટે સરકારને રજુઆત

સુરત : પાવાગઢ જઇ રહેલા આહીર સમાજના યાત્રીઓને વડોદરા નજીક નડેલા ગોઝારા અકસ્માત નડ્યો હતો. જેમાં 11 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં સૌરાષ્ટ્ર આહીર પરિવારનાં 21 સભ્યોમાંથી 11 લોકોનાં મોત નિપજ્યા હતા. જે સંદર્ભે સુરત ખાતે આહીર સમાજના આગેવાનોના આગેવાનોની શોકસભા મળી હતી. 

આ શોકસભામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, સુરત શહેર પ્રમુખ નિરજ ઝાંઝમેરા, મેયર ડો. જગદીશ પટેલ અને પુર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા હાજર રહ્યા હતા. તમામે મૃતકો માટે દિલાસોજી વ્યક્ત કરી હતી. શોકસભામાં હાજર આગેવાનોએ શોકસભામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને મૃતકોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય માટેની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમંત્રી જવાહર ચાવડા અને વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરને પણ ફોન કરીને મૃતકોને રાહત મળે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત આહીર સમાજના અગ્રણીઓ પણ શક્ય તેટલું આ પરિવારોને મદદરૂપ થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાવાગઢ દર્શન માટે આઇસર દ્વારા જઇ રહેલા આહીર સમાજના 21થી વધારે લોકોને અકસ્માત નડ્યો હતો. જેના જેમાં 11 લોકોનાં મોત નિપજ્યા હતા. જેથી સમગ્ર આહીર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news