માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ; 7 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ અંધાપાની અસર, અમદાવાદ ખસેડાયા

રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાનો કિસ્સો સામે આવ્યો છે, અંધાપાથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરાયા છે.

માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ; 7 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ અંધાપાની અસર, અમદાવાદ ખસેડાયા

ઝી બ્યુરો/પાટણ: રાજ્યમાં ફરી એકવાર અંધાપાકાંડની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણના રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો છે. જી હા... અંધાપાથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સર્વોદય હોસ્પિટલમાં 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે.

રાજ્યમાં ફરી એકવાર અંધાપાકાંડની ઘટના ચકચાર મચી જવા પામી છે. પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આંખની સારવાર બાદ 7 દર્દીઓને અંધાપાની અસર જોવા મળી છે. જેના કારણે દર્દીઓના પરિવારજનોએ રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. હાલ અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ સિવિલ ખસેડાયા છે. 2 ફેબ્રુઆરીના રોજ દર્દીઓએ આંખની સારવાર કરાવી હતી. દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ આ ઘટના બની હતી. 6 દિવસ બાદ આંખમાં અંધાપાની શરૂઆત થતાં દોડધામ મચી જવા પામી છે.

રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો છે, જેમાં 2 મહિલા અને 3 પુરુષને આંખમાં ચેપ લાગ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીને અંધાપો આવ્યો છે. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતે અસારવા આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે ગાંધીનગર અને અસારવા આંખની હોસ્પિટલની ટીમ રાધનપુર ખાતે તપાસમાં પણ  ગઈ હતી.

અત્રે જણાવીએ કે, 2 ફેબ્રુઆરીના રોજ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં 45 વર્ષ અને 65 વર્ષીય રાધનપુરની મહિલાને દ્રષ્ટિમાં ખામી સર્જાઈ છે. 78 વર્ષના સાંતલપુરના પુરુષ, 70 વર્ષના રાધનપુરના પુરુષ અને 65 વર્ષીય કાંકરેજના પુરુષને આંખમાં તકલીફ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news