આખરે ભાન થયું ખરું! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનો દર્દીઓ માટે મોટો નિર્ણય, ભર્યુ આ પગલું

ગરમી વધતા હવે આ અહેવાલના પગલે હોસ્પિટલના સતાધીશો દ્વારા જુદા જુદા વિભાગોમાં 20 જેટલા જંબો એર કુલર મૂકવામાં આવ્યા છે. જેથી જી.જી.હોસ્પિટલમાં અવરજવર કરતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ગરમીમાંથી રાહત મળી રહે. 

આખરે ભાન થયું ખરું! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનો દર્દીઓ માટે મોટો નિર્ણય, ભર્યુ આ પગલું

મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. થોડા દિવસો પહેલા ઝી 24 કલાક દ્વારા જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં પંખાઓ બંધ હાલતમાં અને અમુક જગ્યાએ પંખા ન હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલના સતાધીશો દ્વારા નવા પંખાઓ ફીટ કરવામાં આવ્યા, ત્યારે ગરમી વધતા હવે આ અહેવાલના પગલે હોસ્પિટલના સતાધીશો દ્વારા જુદા જુદા વિભાગોમાં 20 જેટલા જંબો એર કુલર મૂકવામાં આવ્યા છે. જેથી જી.જી.હોસ્પિટલમાં અવરજવર કરતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ગરમીમાંથી રાહત મળી રહે. 

જામનગર શહેરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓને ઉનાળાના સમયમાં ગરમીમાં રાહત મળી રહે તેના સંદર્ભમાં જી.જી.હોસ્પિટલના તંત્ર દ્વારા જુદા જુદા વિભાગોમાં એર કુલર મુકવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી દર્દીઓ અને તેમના સંબંધીઓને ગરમીમાં રાહત મળે. 

જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલના જે વોર્ડમાં એ.સી.ની સુવિધા છે તે તમામ એર કન્ડિશન મશીનોની ચકાસણી કરી લેવાઈ છે. જ્યારે એક વધુ અલાયદા વોર્ડ પણ ચાલુ કરવામાં આવ્યો છે. આઇસીસી યુનિટ સહિતના વિભાગમાં તેની ચોકસાઈ કરવામાં આવી રહી છે. એર કન્ડિશન મશીનો વ્યવસ્થિત ચાલે તેની જુદી જુદી ટીમ દ્વારા ચકાસણી થઈ રહી છે. 

આ ઉપરાંત જી.જી. હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓને ગરમીમાં તકલીફ ન પડે તેના માટે અલગથી એર કુલરની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હોવાનું જી.જી. હોસ્પિટલના સુપ્રી. ડો. દીપક તિવારીએ જણાવ્યું છે. સાથો સાથ બાળકો ના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં દર્દીઓ માટે ઓઆરએસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જે જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક આપી શકાય તે અંગે વ્યવસ્થા ગોઠવાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news