Stocks To Buy: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ખરીદવા જેવા છે આ 2 શેર, એક્સપર્ટ્સે જતાવ્યો ભરોસો

Stocks to buy ahead of Election Results: લોકસભા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને ટ્રેડર્સ અને રોકાણકારો બજારમાં પોઝીશન લેવા લાગ્યા છે. આવામાં સ્ટોક્સ ઉપર પણ નજર છે. જે ચૂંટણીના પરિણામો બાદ સારી દોડ લગાવી શકે છે.

Stocks To Buy: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ખરીદવા જેવા છે આ 2 શેર, એક્સપર્ટ્સે જતાવ્યો ભરોસો

Stocks to buy ahead of Election Results: લોકસભા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને ટ્રેડર્સ અને રોકાણકારો બજારમાં પોઝીશન લેવા લાગ્યા છે. આવામાં સ્ટોક્સ ઉપર પણ નજર છે. જે ચૂંટણીના પરિણામો બાદ સારી દોડ લગાવી શકે છે. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી પર આવા કેટલાક સ્ટોક્સ વિશે માહિતી આપવામાં આવી છે જે પરિણામો બાદ તમને સારી કમાણી કરાવી શકે છે. ફંડામેન્ટલ્સ અને આઉટલુકની રીતે આ શેરોમાં આગળ જઈને સારી તેજી આવી શકે છે. એવું માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે. 

આ સ્ટોક્સની કરી પસંદગી
SBI Securities ના સની અગ્રવાલે AB Capital અને Centrum Broking ના નીલેશ શાહે CIE Automative ની પસંદગી કરે છે. એટલે કે આજના સ્ટોક્સમાં AB Capital Ltd. અને CIE Automative ના શેરની પસંદગી પર કળશ ઢોળાયો છે. જેની માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. 

BUY AB Capital Ltd
SBI Securities તરફથી સની અગ્રવાલે 1 વર્ષ માટે Aditya Birla Capital Ltd માં ખરીદી કરવા અંગે અભિપ્રાય આપ્યો છે. ટાર્ગેટ પ્રાઈસ 300 રૂપિયા પર રહેશે. કંપની ફાઈનાન્શિયલ સર્વિસિસ સેક્ટરની છે. ગત અનેક ત્રિમાસિકોથી કંપનીની અસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે. કંપનીનો પોર્ટફોલિયો SME સેગમેન્ટ તરફ શિફ્ટ થઈ રહ્યો છે. કંપનીના રિસ્ક પોર્ટફોલિયોમાં કમી આવી રહી છે. તેનાથી આગળ અસેટ ક્વોલિટી મેન્ટેઈન રહેશે. જો આવનારા સમયમાં વ્યાજ દરોમાં કાપ થાય તો આવનારા સમયમાં NBFCs ને ફાયદો થશે. 

BUY CIE Automative
ઓટોમેટિવ ઈન્ડસ્ટ્રીઝની કંપની CIE Automative માં ખરીદી કરવાનો અભિપ્રાય અપાયો છે. ટાર્ગેટ પ્રાઈસ 590 રૂપિયા અને 650 રૂપિયાની રહેશે. 510 રૂપિયાનો સ્ટોપલોસ લઈને ચાલવાનું રહેશે. સ્ટોકમાં છ મહિનાના કન્સોલિડેશનનો બ્રેકઆઉટ થયો છે. ટેક્નિકલ ચાર્ટ પર સ્ટોક સારો જોવા મળી રહ્યો છે. અહીંથી સ્ટોકમાં મોમેન્ટમ આવતો જોવા મળશે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news