પાટીદારોની સૌથી મોટી સંસ્થામાં ચોરી, કોક ઉમિયા માતાની મૂર્તિ જ ચોરી ગયું

Patidar Samaj Kuldevi Umiye Mata : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલયમાંથી ઉમિયા માતાજીની 2 મૂર્તિની ચોરી થયાની સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઇ... કાર્યાલયમાંથી રાતોરાત ગાયબ થઈ માતાજીની મૂર્તિ
 

પાટીદારોની સૌથી મોટી સંસ્થામાં ચોરી, કોક ઉમિયા માતાની મૂર્તિ જ ચોરી ગયું

Vishv Umiya Foundation ઉદય રંજન/અમદાવાદ : કહેવાય છે કે ડાકણ પણ બે ઘર છોડે છે ત્યારે ચોર હવે ધાર્મિક સંસ્થા કે મંદિરોને પણ નથી છોડતા. ચોરોએ પાટીદારોના આસ્થા સમાન ધામમા જ ચોરી કરી છે. ગાંધીનગરના સાંતેજમાં આવેલ ઉમિયા મંદિરમાંથી 500 ગ્રામ ચાંદીની 2 મૂર્તિની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.

અમદાવાદ અને ગાંધીનગર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલયમાંથી ઉમિયા માતાજીની 2 મૂર્તિની ચોરી થયાની સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઇ છે. સોમવારે એસજી હાઇવે નજીક આવેલ ઉમિયા માતાજીનું મંદિર મેનેજર દ્વારા ખોલવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મંદિરનું કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. ત્યારે કાર્યાલયમાં રહેલ તિજોરી ગાયબ હતી. મેનેજર દ્વારા આસપાસમાં તપાસ કરવામાં આવી ત્યારે મંદિરની તિજોરી અવાવરું જગ્યા પર ખુલી મળી હતી અને તિજોરીમાં મૂકાયેલ  ઉમિયા માતાજીની બે અલગ અલગ 500-500 ગ્રામની મૂર્તિઓ ગાયબ હતી.

ત્યારે મેનેજર દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા ગાંધીનગરની સાંતેજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. ત્યારે ગુજરાતની આટલી મોટી ધાર્મિક સંસ્થામાં ચોરીની ઘટના બનતાની સાથે ગાંધીનગર એસપી પણ તપાસમાં જોડાયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 

જોકે, મંદિરમાં લાગેલા સીસીટીવી બંધ હાલતમાં મળી આવતા પોલીસની મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારે પોલીસનું અનુમાન છે કે રવિવારના દિવસે શ્રદ્ધાળુઓનું અવરજવર વધારે હતી અને જેનો જ લાભ લઈને ચોર ટોળકી અંદર પ્રવેશ કરીને રેકી કરી હોય શકે છે. ત્યાર બાદ મોકો મળતાની સાથે જ કાર્યાલયનું તાળું તોડીને ચોરી કરી હોઈ શકે છે. ત્યારે પોલીસે ચોર ટોળકીને લઈને તપાસ તેજ કરી છે

ત્યારે પાટીદારોની ગુજરાતની આટલી મોટી ધાર્મિક સંસ્થામાં ચોરી થવાથી ગાંધીનગર પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે આખરે મૂર્તિ ચોર પોલીસની ગિરફ્ત્માં કયારે આવે છે એ જોવું રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news