Patan: ચણામાં ટેકાના ભાવે ખરીદીનાં નામે ખેડૂતો સાથે મજાક, દરિયામાંથી ટીપું ખરીદી સરકાર વાહવાહી લૂંટે છે
જિલ્લાના હારીજ, સમી, શંખેશ્વર તાલુકામાં ચણા (Chickpeas)નું વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે ત્યારે હવે માલ તૈયાર થયા બાદ માર્કેટ યાર્ડ (Market Yard) માં વેચાણ અર્થે લઈ જતા સરકાર (Government) દ્વારા ટેકા ભાવ જાહેર કર્યા છે. એક ખેડૂતના 50 મણ ખરીદી કરવાની જાહેરાત કરતા જેની સામે ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે. મોટું ઉત્પાદન થયું હોવા છતાં સરકાર (Government) માત્ર 50 મણ ખરીદી કરે તો બાકીનો માલ જાહેર હરાજીમાં નીચા ભાવે વેચાણ કરવો પડી રહ્યો છે. તો સરકાર (Government) ટેકાના ભાવે વધુ ચણા (Chickpeas) ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ: જિલ્લાના હારીજ, સમી, શંખેશ્વર તાલુકામાં ચણા (Chickpeas)નું વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે ત્યારે હવે માલ તૈયાર થયા બાદ માર્કેટ યાર્ડ (Market Yard) માં વેચાણ અર્થે લઈ જતા સરકાર (Government) દ્વારા ટેકા ભાવ જાહેર કર્યા છે. એક ખેડૂતના 50 મણ ખરીદી કરવાની જાહેરાત કરતા જેની સામે ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે. મોટું ઉત્પાદન થયું હોવા છતાં સરકાર (Government) માત્ર 50 મણ ખરીદી કરે તો બાકીનો માલ જાહેર હરાજીમાં નીચા ભાવે વેચાણ કરવો પડી રહ્યો છે. તો સરકાર (Government) ટેકાના ભાવે વધુ ચણા (Chickpeas) ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે.
પાટણ જિલ્લામાં ચણા (Chickpeas)નું કુલ ૪૬ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ ઉત્પાદન કર્યું હતું. વાતાવરણ પણ ચણા (Chickpeas)ના પાક અનુકૂળ રહ્યું હતું. જેથી જિલ્લામાં ચણા (Chickpeas)નું ઉત્પાદન પણ સારું રહ્યું છે સાથે સરકાર (Government) ે પણ ટેકાના ભાવે ચણા (Chickpeas)ની ખરીદી ૧૦૨૦ મણ દીઠ એક ખેડૂત પાસેથી ૫૦ મણ સુધી ખરીદીની જાહેરાત કરી અને ઉત્પાદન સામે ટેકાના ભાવે ખરીદી ખુબજ ઓછી છે. જેના કારણે મોટા ભાગનો માલ માર્કેટ યાર્ડ (Market Yard) માં જાહેર હરાજીમાં વેચવો પડે છે. જેનો ભાવ રૂપિયા 913 થી 920 સુધીના મળે છે. જે ખુબ જ નીચા છે છતાં મજબૂરીમાં માલ વેચવો પડે છે. જો સરકાર (Government) 50 મણ કરતા 100 મણનો માલ ખરીદે કરે તેવી અમારી માંગ છે.
હારીજ, સમી, શંખેશ્વરમાં આવેલ માર્કેટ યાર્ડ (Market Yard) માં ચણા (Chickpeas)ની વિપુલ પ્રમાણમાં આવક થઇ રહી છે. સરકાર (Government) દ્વારા ટેકના ભાવે સરકાર (Government) ખરીદી કરી રહી છે. જેમાં ખેડૂતોને મણ દીઠ ૧૦૨૦ આપી રહ્યા છે, પરંતુ ખેડૂતો જાહેર હરાજીમાં પોતાના ચણા (Chickpeas) વેચવા મજબુર બન્યા છે. જાહેર હરાજીમાં ખેડૂતોને રૂપિયા 913 થી 920 રૂપિયા મણ દીઠ મળી રહ્યા છે. સરકાર (Government) જે ટેકાની ખરીદીમાં ભાવ આપી રહી છે, તેની સામે ખેડૂતો જાહેર હરાજીમાં ૧૦૦ થી ૧૫૦ નું નુકશાન ખાઈને પણ જાહેર હરાજીમાં મજબૂર થઈ ચણા (Chickpeas) વેચી રહ્યા છે. અગાઉ સરકાર (Government) ટેકાના ભાવે વધુ માલ લેવાની વાત કરી હતી, પણ ચૂંટણી બાદ 50 મણ ટેકાના ભાવે ચણા (Chickpeas) ખરીદી કરવાની જાહેરાત કરી. જેને લઇ ખેડૂતનો મોટા ભાગનો માલ જાહેર હરાજીમાં વેચવાની ફરજ પડી રહી છે. વાવણી પાછળ મોટા ખર્ચા કર્યા પણ છેવટે નીચા ભાવે માલનું વેચાણ કરી રહ્યા છીએ.
સરકાર (Government) ચણા (Chickpeas)ના ટેકાના ભાવ તો સારા આપી રહી છે, પરંતુ ટેકના ભાવે ખેડુત વેચવા જાય ત્યારે એક ખેડૂત પાસેથી ૫૦ મણ ચણા (Chickpeas)ની જ ખરીદી કરે છે. તો ખેડૂત ને ૧૦૦ થી ૧૫૦ મણ ચણા (Chickpeas)નું ઉત્પાદન થયું હોય તો બાકીનું ઉત્પાદન જાહેર હરાજીમાં વેચવુ જ પડે છે, માટે સરકાર (Government) ટેકાના ભાવે વધુ ચણા (Chickpeas)ની ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે. બીજું કે સરકાર (Government) ટેકાના ભાવે ખરીદી કરે છે તેના કરતાં જાહેર હરાજીમાં મણ દીઠ ૧૦૦ થી ૧૨૦ રૂપિયાનું નુકસાન થાય છે છતાં મજબૂરી માં ખેડૂત વેચાણ કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે